Rajkot: જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા તકેદારી સમિતિની બેઠક

SHARE THE NEWS

Rajkot: તા. 08 મે – રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિઓ અને તેમને ચૂકવવામાં આવેલી સહાયની માહિતી રજૂ કરવામાં આવી હતી. જાન્યુઆરીથી માર્ચ -2023 દરમિયાન કુલ 10 બનાવો બન્યા હતા. જેમાં રૂપિયા સાત લાખની સહાય ચુકવવામાં આવી હતી. તેમજ એકટ્રોસીટી એક્ટ હેઠળ બનાવોના 17 ચાર્જ સીટ પૈકી 14 કોર્ટ કેસ ચાલી રહ્યા છે. આ બેઠકનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિના અધિકારી સી.એ મિશ્રાએ કર્યું હતું.

આ બેઠકમાં સમિતિના સભ્ય જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.એસ.પી હીંગોળદાન રત્નુ, સિવિલ સર્જન ડો. જી.કે. નથવાણી, સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ કે.જી.રૂપારેલીયા, અમૃતભાઈ મકવાણા, બાબુભાઇ વિઝુંડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *