લોકસભા સામાન્ય ચુંટણી – 2024 પોલીસ વિભાગે છેલ્લા બે દિવસમાં 202 હથિયારો જમા લેવાયા: બે હથિયાર જપ્ત કરાયા
Rajkot: રાજકોટ તા. 18 માર્ચ – લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ચૂંટણી પ્રક્રિયા રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય, તે માટે પરવાનાવાળા હથિયારધારકો પાસેથી તેમના હથિયારો પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવે છે.
જે અન્વયે છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લામાં કુલ 1212 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી 202 હથિયારો જમા લેવામાં આવેલ છે. તા.16/03/2024થી 18/03/2024 દરમિયાન બે હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.