જેતપુર (રાજકોટ) તા. 21 આજરોજ જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તાજેતરમાં એટલે કે 01.08.2024ના સાત જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા SC અને ST કેટેગરીમાં વર્ગીકરણ કરવાના અને ક્રીમિલેયર દાખલ કરવાના ચુકાદાને નિરસ્ત કરવા અને આગાઉ પાંચ જજ બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લાગુ કરવાની માંગ લઈને જેતપુર શહેર મામલતદાર મારફત ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબની માંગ કરવામાં આવી હતી
SC, ST અનામત કેટેગરીમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આપતો 01/08/2024 નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચૂકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચૂકાદાને બહાલ કરવામાં આવે.
SC, ST કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઇ છે તેમને અલગથી EWS જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે કારણ કે દેશના ગરીબ નાગરીકોના ઉત્થાન માટે EWS કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ EWS કોટાની જોગવાઇ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે.
SC, ST બંધારણીય અનામત જોગવાઇ ‘પ્રતિનિધિત્વ’ જે બંધારણની 09મી અનુચૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્વેશ, રાજકીય લાભ માટે કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે.
SC, ST કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે.
SC, ST ક્યોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂપ આપવામાં આવે.
રિઝર્વેશન એકટ બનાવવામાં આવે.
રિઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનું માળખુ તૈયાર કરવામાં આવે.
જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબરથી અમલ કરવામાં આવે.
સરકારી, અર્ધસરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ/ વેચાણ બંધ કરવામાં આવે.
શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે.
પ્રાઇવેટ સેક્ટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે.
હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરિક્ષા દ્વારા મેરીટથી કરવામાં આવે.
કોલેજીયમ સિસ્ટમ નાબુદ કરવામાં આવે.
ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરજીયાત જોગવાઇ કરવામાં આવે.
લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે.
આ માંગણીઓ સાથે અનુસૂચિત જાતિ સમાજ જેતપુર શહેર અને તાલુકા, વણકર સમાજ – નવાગઢ, ભીમ આર્મી, ગૌતમ બુદ્ધ યુવા સંગઠન – સરધારપુર દ્વારા સાથે મળીને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.