‘હિન્દી હૈ ભારત કી આશા, હિન્દી હૈ ભારત કી ભાષા’ સુત્રચારસાથે SPVS કેમ્પસમાં હિન્દી સપ્તાહની ઉજવણી
જેતપુર (રાજકોટ): દર વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, હિન્દી દિવસ માત્ર ડે સેલિબ્રશન માટે ઉજવાતો નથી પરંતુ આપણી રાષ્ટ્રભાષાને સન્માન આપવા માટે તેમજ એ ભાષા જેણે આપણને સ્વતંત્રતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
લુપ્ત થતી અને જેનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય તે હેતુથી આપણી રાષ્ટ્રભાષા હિન્દી ભાષાનો બોલવામાં અને હિન્દી ભાષાની જાગૃતિ લાવવા માટે એસપીવીએસ કેમ્પસમાં પ્રાયમરી વિભાગના એચઓડી સંદીપ ભટ્ટીએ તેમજ શિક્ષકોએ દર વર્ષની જેમ હિન્દી સપ્તાહ ઉજવવાનું બીડું ઝડપી હિન્દી સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરેલ હતું.
હિન્દી ભાષાનો વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ, વક્તૃત્વ, નિબંધ અને નાટક જેવી અલગ અલગ થીમ આપલે સાથે નેતાઓ, વીર પુરુષો વિગેરે વિશે પ્રોજક્ટ તૈયાર કરી એક્ઝિબિશન ગોઠવામાં આવેલ જે આશરે 700 વિદ્યાર્થીઓએ નિહાળેલ.
કેમ્પસ ડાયરેક્ટર તથા ખ્યાતનામ શિક્ષણવિદ દિનેશ ભુવા અને ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના સીઈઓ જયવીર ભુવા, કેમ્પસના એચઓડી સંદીપ ભટ્ટી, ચોવટિયા સાહેબ, કેડી સાહેબ અને તમામ શિક્ષકો હાજર રહેલ હતા.