હળવદ(Halvad) – ધાંગધ્રા રોડ (Road) કવાડીયા ગામ પાસે બંધ ટ્રક પાછળ ચાલુ ટ્રક અથડાતાં 35 વષૅના યુવકનું મોત નીપજયું.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે રોડ પર અકસ્માતના Accident બનાવો દિવસે દિવસે વધતા જાય છે. આવો જ એક બનાવ હળવદ ધાંગધ્રા રોડ કવાડીયા ગામ પાસે બન્યો હતો.
ધાંગધ્રા તરફથી આવતો ટ્રક Truck બંધ હાલતમાં પડેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ટ્રકમાં બેઠેલ 35 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ.
હળવદ ધાંગધ્રા Dhangdhra માળીયા હાઈવે Highway પર વાહન ચાલકો બેફામ વાહનો ચલાવતા અનેક લોકોના ભૂતકાળમાં મોતના બનાવો બન્યા છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કવાડીયા Kavadiya ગામ પાસે બન્યો હતો.
બનાસકાંઠા Banaskantha જિલ્લાના સાઈ તાલુકાના ભેચાણ ગામના 35 વર્ષના સેંધાભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઇજા પામતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ.