Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી

SHARE THE NEWS

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *