જેતપુરમાં તાલુકા પંચાયત સામે આવેલી સરકારી કર્મચારીઓ માટેની વસાહતમાં વીજ કનેકશન વીજ કંપની દ્વારા કાપી નાખવામાં આવતા છતાં પાણીએ સરકારી કર્મચારીઓ પાણી વિહોણા થઈ ગયા છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના અધિકારીઓની આળસને કારણે હાલાકી ભોગવતા કર્મચારીઓ
છેલ્લા બે દિવસથી પાણીની હાલાકી ભોગવી રહ્યા છે કર્મચારીઓ
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં તાલુકા પંચાયત સામે સરકારી કર્મચારીઓ માટેની વસાહત આવેલી છે. જેમાં સરકારી તંત્રના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. જેનું મકાન ભાડું અને બીજા અન્ય ખર્ચા કર્મચારીઓના પગારમાંથી જ એડવાન્સ કટ થતાં હોય છે.
આ સરકારી વસાહત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ અંદર આવતી હોય છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના અધિકારીઓની આળસના કારણે ખુદ સરકારી કર્મચારીઓ જ પાણીની હાલાકી ભોગવી રહ્યા છે. મીડિયા દ્વારા જ્યારે આ સરકારી વસાહતની મુલાકાત કરવામાં આવી ત્યારે ત્યાંના રહીશો દ્વારા પોતાની વેદના ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે અમોએ વારંવાર આર & બી ના અધિકારીઓને આ અંગે રજુઆત કરેલી છે.
પણ અમારી રજુઆત ધ્યાનમાં ન લેતા અંતે અમારે આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આગળ વાત કરતા રહીશો એ જણાવ્યું હતું આ સરકારી વસાહતના પરિસરમાં કોઈ જ પ્રકારની સાફ સફાઈ કરવાની નથી. તેમજ હાલ ડેન્ગ્યુ મલેરિયા થવાનો પણ ડર તેમણે વ્યક્ત કર્યો હતો અને અસ્વચ્છતા ને કારણે કોરોના વાયરસનું સંક્રમણ પણ થવાની ચિંતા વ્યકર કરી હતી.
શું છે પુરી બાબત?
જેતપુરમાં ભાદર કોલોની બાજુમાં અને તાલુકા પંચાયત સામે આવેલ (માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય) PWD ક્વાટર્સનું ગ્રાઉન્ડમાં આવેલ સામુહિક મીટરનું પાણીની મોટર અને સ્ટ્રીટ લાઈટનું છેલ્લા ત્રણ વર્ષથી વીજબિલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભરવામાં ન આવતા પીજીવીસીએલ (PGVCL) દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવતા ક્વાટર્સમાં રહેતા લોકોમાં હોબાળો મચી ગયેલ હતો.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ કેમેરા સામે જવાબ આપવાનો કર્યો ઇનકાર
મીડિયા સાથે વાત કરવાની અને ઓન કેમેરા કંઈજ કહેવાની માર્ગ અને મકાન વિભાગના અધિકારી નીરવ પીપળીયા એ ના પાડ્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જો સરકારી કર્મચારીઓ જ આવી પાણી અને અસ્વચ્છતાની હાલાકી ભોગવવા મજબૂર હોય તો બીજા સામાન્ય લોકોની શું પરિસ્થિતિ હશે તે તો જોવાનું જ રહ્યું!
By team Revolt, Jetpur, Mo. +919879914491.