By Nelson Parmar,
Ahmedabad: અમદાવાદ શહેરનાં બોપાલ વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટનો ધંધો કરતા તન્મય શેઠ નામનાં વેપારી સાથે સંજય મુંજપરા નામાનાં વ્યકિત અને તેમના અન્ય ભાગીદારોએ સાથે મળીને છેતરપિંડી આચરી હતી. વધું માહિતી જોઈએ તો ‘અચલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ નામની ભાગીદારી પેઢીએ અક્ષરધામ પ્રિમીયમ વિલા નામની રેસીડેન્સીયલ બંગ્લોઝ નામનાં પ્રોજેક્ટમાં રોકાણ કરેલ જેનાં જરુરી દસ્તાવેજ પણ થઈ ગયેલ હોવા છતાંય હવે તન્મય શેઠનાં માલિકીની મિલકતમાં તેમને જ ઘુસવા ન દઈને આ ભાગીદાર પેઢીએ કબ્જો જમાવી લીધો છે.
તન્મય શેઠનું કહેવું છે કે, જ્યારે આ સ્કીમમાં રોકાણ કરેલ ત્યારે જે-તે દસ વર્ષ પહેલાંના સમયના ભાવ પ્રમાણે કિંમત ચુકવેલ હતી પણ ગાંધીનગર ગીફ્ટ સીટીનો પ્રોજેક્ટ બનતાં આસપાસની જમીનના ભાવ ઉંચકાયા હતાં. જેના કારણે આ બિલ્ડર્સોમાં વધારે પૈસા કમાઈ લેવા લાલાચમાં આવી ગયા છે અને તેમણે વેંચેલી જમીન હવે પાછી મેળવવા માટે ગેરકાયદે મંડળી રચી, અમારી સામે કાવતરા ઘડીને અમારી જગ્યા પર કબજો જમાવી બેઠા છે.
શામ, દામ, દંડનો ઉપયોગ કરી ધાક ધમકી આપી તેમની જ માલિકીની જગ્યામાં તેમને જતા રોકવામાં આવે છે. જો ત્યાં આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. એવું પણ કહ્યું છે કે, જો ગાંધીનગર બાજું નિકળશે તો પણ પગ ભાંગી નાંખશે. આમ ધાક ધમકીઓ આપીને અમારી માલીકીની જમીન પચાવી પાડવા કારસો ઘડી રહ્યા છે. તન્મય શેઠનું કહેવું છે કે આ માટે ઘણાં લાંબા સમયથી ગેરકાયદે મંડળી રચીને જાણીજોઈને અમને જીવન જરૂરિયાતની બેઝીક સુવિધાઓ જેમાં લાઈટ, પાણી અને અન્ય સુવિધાઓ જે તેમણે બ્રોસરમાં આવવાનો વાયદો કર્યો હતો તેનાથી પણ વંચિત રાખીને હેરાનગતિ કરી રહ્યા છે.
ઘણાં વર્ષોથી એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે તન્મય શેઠ દ્વારા દેહગામ પોલીસ સ્ટેશનમાં સામેવાળા સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવા બનતાં પ્રયત્નો કરેલાં છે, તેમણે સમગ્ર બાબતે અરજી કરીને કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ છે તેમ છતાંય પોલીસ સાથે પણ આ બિલ્ડર્સ લોબીની મિલીભગત હોય એ રીતે પોલીસે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી.
જે જોતાં લાગે છે કે, પોલીસ જાણીજોઈને સીધી રીતે આરોપીઓને છાવરી રહી છે. તન્મય શેઠના જણાવ્યા અનુસાર તેમની પાસે તેમને વેચાણે લીધેલ ધરના દસ્તાવેજી પુરાવા અને પેમેન્ટ ચુકવ્યું છે તેના સઘળા પુરાવા છે. અગાઉ પણ અચલ આ બિલ્ડરો દ્રારા ધાક ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેની જાણવાજોગ ફરિયાદ દેહગામ પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.