Ahmedabad: બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના 87માં જન્મદિવસ નિમિતે કરવામાં આવ્યું સંગોષ્ઠિનું આયોજન

SHARE THE NEWS

વિશ્વની સૌથી જૂની તેમજ વિશાળ સંસ્થા મહાબોધી સોસાયટી ઓફ ઈન્ડિયા (Mahabodhi Society of India) ના પૂર્વ પ્રમુખ શ્યામા પ્રસાદ મુખર્જી (Syama Prasad Mukherjee) ના જન્મજયંતી (Birth anniversary) નિમિત્તે અમદાવાદ (Ahmedabad) ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના હોલમાં “તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષા”ના વિષય ઉપર ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. 06 જુલાઈના રોજ પરમ પાવન દલાઈ લામાના 87 માં જન્મદિવસ (87th Birthday celebration of Dalai Lama) અને વિશ્વની સૌથી જૂની તેમજ વિશાળ સંસ્થામાં મહાબોધી સોસાયટી ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષાના વિષય ઉપર સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સંયોજક ડો. અમિત જ્યોતિકરે વિષયની પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે આઝાદીની લડતમાં પણ ગુજરાતી મોખરે ડો. આંબેડકરની સમતાની લડતમાં પણ ગુજરાત મોખરે અને તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષા તેમજ કૈલાસ માનસરોવર મુકતી આંદોલન જેવા વિચારો સાથે ભારત તિબેટ મૈત્રી સધના હજારો કાર્યકરો સિક્કિમની નાથુલા બોર્ડર ઉપર ધરપકડ દિલ્હીના જંતરમંતર ઉપર આમરણાંત ઉપવાસની વાત હોય કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ડંડા ખાવા પણ ગુજરાતના કાર્યકરો હંમેશા અગ્રેસર રહ્યા છે.

આ એ સંસ્થા છે કે જેમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ પૂર્વ સ્પીકર રવિ રાય ગાંધીવાદી નેતા નિર્મલા દીદી તેમજ જાણીતા ઇતિહાસકાર અને આંબેડકરી સાહિત્યના જ્ઞાતા એવા ડો પી.જી. જ્યોતિકરે વખતોવખત માર્ગદર્શન આપ્યું છે . 1958થી ભારત તિબેટ મૈત્રી સંઘ નિસ્વાર્થ ભાવે તિબેટ મુક્તિ સાધનામાં જોડાયેલો છે.

અમિત જ્યોતિકરે જણાવ્યુ હતું કે અન્ય મહાનુભાવ જે વિશ્વની સૌથી જૂની અને વિશાળ એવી મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ શ્યામાપ્રસાદ મુખરજીને જન્મદિન નિમિત્તે તેમને તેમજ તેમના પિતા આશુતોષ મુખર્જી દ્વારા બૌદ્ધ ધર્મના સ્થાપત્યો તેમજ સાહિત્ય સાચવવામાં જે કાર્ય તેમના કાર્યકાળમાં મહાબોધી સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ વિશ્વના બૌદ્ધ દેશો સદાય ઋણી રહેશે..

જાણીતા લેખક તેમજ વરિષ્ઠ પત્રકારે પ્રકાશ ન શાહ તિબેટની આઝાદીમાં જ ભારતની સુરક્ષા છે અને તે જ દિશામાં પ્રકાશભાઈએ જણાવ્યુ હતું કે ભારત અને ચીન વચ્ચે તિબેટ બફર સ્ટેટ છે 1959માં ચીન દ્વારા જે પ્રમાણે પ્રતિક્રમણ કરીને તિબેટને ગુલામ બનાવ્યું તિબેટના ધાર્મિક તેમજ રાજકીય વડા એવા દલાઈ લામા પોતાનો દેશ છોડીને ભારતમાં આવીને વસ્યા ભારતને તેઓ પોતાનો ગુરુ કહે છે ભારતે ગુરુ તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી તેના ફળસ્વરૂપ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તિબેટની નિર્વાસિત સરકાર કાર્ય કરી રહી છે.

અને સમગ્ર વિશ્વમાં તિબેટ ને આઝાદી મળે તે દિશામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કરી રહી છે સમગ્ર વિશ્વમાં તિબેટની આઝાદીને સમર્થન મળી રહ્યું છે. તિબેટ દુનિયાનું છાપરું છે ચીન દ્વારા આ તીબેટ ઉપર પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે પર્યાવરણવાદીઓ પણ ચીનની આ કૃત્યને વખોડે છે આવનારા સમયમાં તિબેટ ચોક્કસ સ્વતંત્ર થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *