સિવિલ હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કોવીડ હોસ્પિટલ ખાતે રાજકોટની નામાંકિત હોસ્પિટલના ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપશે.
તેઓ ઓન કોલ 24 કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરશે. જેને કારણે કોરોનાના ગંભીર દર્દીઓને ફિઝિશિયન, મેડિસિન સહિતના અનુભવી ડોક્ટરના અનુભવનો વિશેષ લાભ મળશે.
આ પ્રંસગે ડો. સંકલ્પ વણઝારાએ જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ કેસ ધરાવતા દર્દીઓમાં, હૃદય, ફેફસા સંલગ્ન કેસમાં ક્રિટિકલ સમયે ઓક્સિજનની જરૂર હોઈ વેન્ટિલેટર, મેડિસિન સહીત જરૂરી ક્રિટિકલ કેર સહાય નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા મળી રહે તેના આગોતરા આયોજનના ભાગરૂપે 19 ડોક્ટર્સની ટીમ હાલ તૈયાર કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે વધુ ડોક્ટર્સ સેવા આપશે.
નોડલ ઓફિસર ડો. મનીષાબેન પંચાલે ક્રિટિકલ કેર તજજ્ઞ ડોકટોરની મદદથી ગંભીર દર્દીઓની સારવાર સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.