Jetpur News: તા. 29 નવેમ્બર, બુધવારના રોજ કેન્દ્રીય વિદ્યાલય જેતપુરના પ્રાથમિક વિભાગ દ્વારા બાળમેળાનું (Bal mela in Kendriya Vidyalaya Jetpur) આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવેલ હતા.
સાથો સાથ અવનવી રમત ગમત માટેના પણ સ્ટોલ લગાવવામાં આવેલ હતા.
આ બાળ મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય વિદ્યાલય જેતપુરના આચાર્ય દીપક ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બાળમેળાના આયોજનનો મુખ્ય હેતુ બાળકોને રોજિંદા જીવનમાં રૂપિયાની મહત્વ, આર્થિક લેવળ દેવળ અને સામાન્ય વ્યવસાયથી અવગત કરાવવાનો હતો.
આ બાળમેળામાં કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ અને વડીલોએ મુલાકાત લઈને આનંદની લાગણી અનુભવી હતી.
અને વિદ્યાલયના આયોજનની ખૂબ સરહાના કરી હતી.
દેશ અને દુનિયાની માહિતી માટે બન્યા રહો www.revoltnewsindia.com પર
આ પણ વાંચો: ફેસબુકનું નવું નામ ‘Meta’ અને બૌદ્ધ દર્શનમાં ‘મેત્તા’