Jetpur: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજાયેલ દિવ્યાંગ કેમ્પમાં લાભાર્થીઓને સુવિધાઓ ને બદલે મળી અનેક દુવિધાઓ

SHARE THE NEWS

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં સમાજ સુરક્ષા વિભાગ (Social security department) દ્વારા જેતપુરમાં આવેલ સરકારી હોસ્પિટલ (Hospital) ખાતે એક ખાસ દિવ્યાંગ કેમ્પ (Divyang camp) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુવિધાના બદલે દુવિધાઓ મળતા કેમ્પમાં આવેલ દિવ્યાંગજનોમાં સુખને બદલે દુઃખીની લાગણીઓ જોવા મળી હતી.

જેતપુરમાં આજરોજ દિવ્યાંગ લોકોને મેડિકલ સર્ટિ આપવા અને એસ.ટી. બસના પાસ માટેના એક કેમ્પનું આયોજન  સમાજ સુરક્ષા વિભાગ દ્વારા  કરવામાં આવેલ હતુ. જેમાં વહેલી સવારથી જ લોકો દૂરદૂરથી દિવ્યાંગ કેમ્પનો લાભ લેવા માટે આવી પહોંચ્યા હતા.

જેમાં દૂરદૂરથી આવેલા લોકો તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે કેમ્પના સ્થળે પીવાના પાણી કે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા ન હોય તેમજ કેમ્પ આયોજન કરનારા જવાબદાર અધિકારીઓને પણ 24 કલાક પહેલાં જ કેમ્પ જેતપુરમાં થવાનો છે તેની જાણ તેમના ઉચ્ચ અધિકારીઓએ કરી હોવાનો લુલો બચાવ કરતા જોવા મળ્યા હતા.

Photo: તડકામાં અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી જમીન પર બેસવા મજબૂર લોકો

જેમાં મીડિયા દ્વારા જેતપુરના સરકારી હોસ્પિટલના અધિક્ષકની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. અને દિવ્યાંગ દર્દીઓને કેમ્પમાં પડતી હાલાકી અંગે પૂછતાં તેમણે જણાવેલ હતું કે આ કેમ્પ સમાજ સુરક્ષા ખાતા હેઠળ કરવામાં આવેલ છે તેમજ તેઓની જ જવાબદારી છે, દિવ્યાંગ કેમ્પમાં વ્યવસ્થા કરવાની.

જ્યારે ફરજ પરના સમાજ સુરક્ષાના અધિકારીને દિવ્યાંગ લોકોને કેમ્પમાં પડતી હાલાકી અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓ જેતપુર સરકારી હોસ્પિટલના વહિવટ વિભાગ દ્વારા જ કોઈ સુવિધાઓમાં સાથ સહકાર ન આપતા હોવાનું ગાણું ગાયું હતું. આ સરકારી હોસ્પિટલ જેતપુર અને સમાજ સુરક્ષા વિભાગ વચ્ચે  સંકલનનો રીતસરની અભાવ જોવા મળ્યો હતો.

Photo: સરકારી હોસ્પિટલ જેતપુરમાં થયેલ દિવ્યાંગ કેમ્પ

શું સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે યોજાય છે દિવ્યાંગ કેમ્પ?

દિવ્યાંગ કેમ્પમાં આવેલ દર્દીઓ પડતી હાલાકી અંગે ફરજ પરના જેતપુર સરકારી હોસ્પિટલના અધિક્ષક અને ફરજ પરના રાજકોટથી આવેલા સમાજ સુરક્ષા કર્મચારીઓ ને મીડિયા દ્વારા સવાલો કરતા તેઓ પોતાની જવાબદારીમાંથી છટકબારી શોધતા દેખાયા હતા. આ જોઈને લોકોમાં ચર્ચાઓ એ વેગ પકડ્યું છે કે શું આ સરકારી બાબુઓ સરકારી ટાર્ગેટ પૂરો કરવા માટે જ ફક્ત દિવ્યાંગ કેમ્પ યોજી રહ્યાં છે?

by Team Revolt, Jetpur (Rajkot).

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *