BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ

SHARE THE NEWS

બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી 2022 ને 66માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ શહેર બુહજન સમાજ પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે બસપા અમદાવાદ જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના બસપાના અધ્યક્ષ જેજે રાવત સાથે બસપા મહેસાણા લોકસભાના ઇન્ચાર્જ ડો કલ્પેશ વોરા તેમજ બસપા ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ એસજે લાલ, બસપા ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ જશવંત મૈત્રય, બસપા અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ યુનુસ મન્સૂરી, કમલેશ સોનારા, ઉષાબેન પરમાર અને બસપા નારણપુરા વિધાનસભાના પ્રભારી રવિ વાધેલા સાથે કોરોનાની ગાઈડ ઉપસ્થિત રહ્યાં હતા.

તેમજ કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને માત્ર જવાબદાર લોકો સાથે લઈ બસપા અમદાવાદ શહેર કાર્યાલયની રીબીન કાપી શરૂઆત કરવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *