કોરોના વાઇરસે હાલ માનવ જાત પર પ્રકોપ વરસાવ્યો છે ત્યારે દર્દીઓ નાના મોટા ક્લિનિક માં દવા લઈને પોતાના દર્દ ની સારવાર કરાવતા હોઈ છે. આવા સમયે ચોટીલા માં આણંદપુર રોડ પર આવેલ કોમ્પલેક્ષ માં પહેલા માળે 6 જેટલી દુકાન માં 12 ખાટલા પાથરી કોઈપણ જાત ની ડીગ્રી વગર લોકો ની સારવાર ના નામે છેતરપીંડી કરતો ચોટીલા તાલુકા ના ખેરડી(કાળાસર) ગામ નો વિશાલ વિઠલ સોરાણી અને એક મહિલા ને આરોગ્ય વિભાગ ની ટીમે પકડી ને આ જ્યાં પ્રેક્ટિસ કરતો હતો તે જનની હોસ્પિટલ ને સિલ કરવામાં આવી છે.
આ અંગે ની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન માં ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઉપાધ્યાય સાહેબે નોંધાવી છે જેની વિગત મુજબ વિશાલ વિઠલ સોરાણી નામનો બોગસ તબીબ જેની પાસે કોઈ ડીગ્રી સર્ટિફિકેટ નથી તે અને તેની સાથે એક મહિલા જે દર્દી ને બાટલા ચડાવવા ની કામગીરી તથા નર્સિંગ નું કામ કાજ કરતી હતી જેની પાસે પણ નર્સિંગ નો કોઈ કોર્સ કર્યા નું પ્રમાણપત્ર નથી તે બન્ને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની તપાસ ચોટીલા પી.આઈ. ભાવનાબેન પટેલ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળે થી 119 પ્રકાર ની દવા પણ જપ્ત કરવામાં આવી છે અને આ સમયે ત્યાં દાખલ થયેલ ૫ દર્દીઓ પણ હતા અને એકસપાયરી વાળી દવાઓ નો પણ સમાવેશ થાય છે.
આ બાબતે જ્યારે આરોપી તબીબ સાથે વાત કરવામાં આવતા તેને પોતે બી.એચ.એમ.એસ. ડોકટર હોઈ અને પોતે રાજકોટ ની બી.એ. ડાંગર હોમીઓપેથી કોલેજ માંથી અભ્યાસ કર્યા નું જણાવ્યું હતું અને તેને આરોપ પણ લગાવ્યો હતો જે ચોટીલા માં ઘણા ડોકટરો ડીગ્રી વગર ના છે અને પોતે એલોપથી દવાઓ આપવનો અધિકાર ના હોવા છતા આપે છે ત્યારે મારી સાથે રાગદ્વેષ રાખી પેલા મારી શિવ હોસ્પિટલ પણ આરોગ્ય અધિકારી ઉપાધ્યાય સાહેબે બંધ કરાવી હતી પછી મેં આ જનની હોસ્પિટલમાં પ્રેક્ટિસ ચાલુ કરી હતી.
આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઉપાધ્યાય સાહેબ સાથે વાત કરતા જણાવેલ કે આવતા સમય માં ચોટીલા જ્યાં જ્યાં આવા બોગસ તબીબો હશે તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.