રિપોર્ટ: આશિષ લાલકિયા, ઉપલેટા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દેશ અને દુનિયામાં ભારે તબાહી મચાવી રહ્યો છે ત્યારે આવી ભયંકર પરિસ્થિતિમાં પણ સતત પોતાની ફરજ નિભાવનારા પોલીસ, ડોક્ટર, આરોગ્ય કર્મી, સફાઈ કામદારો, શિક્ષકો, નગરસેવકો, રાજકીય આગેવાનો, નેતાઓ સહિતના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.
તમામ લોકોને દેશ અને દુનિયાની પળે પળની ખબર પહોંચાડતી ચોથી જાગીર એટલે કે પત્રકારોને પણ કોરોના વોરિયર્સ ગણી અને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે કારણ કે સરકાર દ્વારા પણ પત્રકારોને કોરોના વોરિયર્સ ગણવામાં આવ્યા છે પરંતુ આ વાત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કદાચ લાગુ ન પાડતી હોઈ તેમ ઉપલેટાના પત્રકારોને આજદિન સુધી વેક્સિન આપવાની કામગીરી ઉપલેટામાં નહોતી કરવામાં આવી જે વાત અખબારના અહેવાલના માધ્યમથી રાજકોટ કલેકટર સુધી પહોંચતા ગણતરીની કલાકોમાં રાજકોટ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉપલેટાના પત્રકારોને કોરોના વેક્સિન આપવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરી અને વેક્સિન આપવામાં આવી હતી.
આ વેક્સિનેશમાં ઉપલેટાના પત્રકારોમાં આશિષ લાલકિયા, કાનભાઈ સુવા, જયેશ મારડિયા, કારણ ચાવડા, નિમેષ ચોટાઈ, ભોલું રાઠોડ સહિતના ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પત્રકારોએ વેક્સિન લીધી હતી