Kankrej: થરા નગરપાલિકા વિસ્તારમાં તખતપુરાથી કોલેજ સુધીનો આર.સી.સી રોડમાં ભ્રષ્ટાચાર…
Banaskantha: કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં આવતા તખતપુરાથી કોલેજ સુધીના આર.સી.સી રોડનું કામ કરેલ છે, ત્યારે ચાર મહિનાની અંદર રોડની અંદરથી કપચી બહાર નિકળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ત્યારે સ્થાનિક રહીશ ભરતભાઇ ચેહુજી ગોહિલએ જણાવ્યું હતું કે આ આર.સી.સી રોડ કામમાં કોન્ટ્રાક્ટરએ ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરેલા હોય એવી જ રીતે આ રોડમાંથી કપચી બહાર આવી ગઈ છે આની યોગ્ય ધોરણે તપાસ થવી જોઈએ.
ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભ્રષ્ટાચાર નાબુદ કરવાના આદેશને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો ચુર ચુર કરી રહ્યા છે તેમજ સરકાર શ્રી દ્વારા વિકાસ લક્ષી ફાળવવામાં આવતી ગ્રાન્ટો રોડ રસ્તા કે બ્લોકના કામોમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી થોડા દિવસોમાં કરોડપતિ થવાના અભરખામાં ગરીબ લોકો માટે આપવામાં આવતા વિકાસનાં કામોમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે થરા નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટરને શા માટે સાંવરી રહી છે તે ચર્ચાનો વિષય છે ત્યારે આ આર.સી.સી. રોડને જોતા જ જો ઉચ્ચ અધિકારીઓ આની ખરી તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ લાગી રહ્યું છે.