ધોરાજી માં લોક ડાઉન નું ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ સર્તરક બની છે lockdownના પગલે સમગ્ર ધોરાજી શહેરમાં પોલીસનો રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ડી વાય એસ પી મહર્ષિ રાવલએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરાજી માં હજુ ઘણા લોકો કારણ વગર બહાર નીકળે છે અને કામ વગર બહાર નીકળતા લોકો પર પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે.
ધોરાજીના પી આઈ વિજય જોશી એ જણાવેલ કે લોક ડાઉન ના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે અને ઘણા લોકો બાળકોને લઈ અને કામ વગર રસ્તાઓ પર નીકળે છે જેથી કરીને લોકો ઘર માં રહે અને સુરક્ષિત રહે પોલીસ દ્વારા કાયદા નો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરશે.
ધોરાજીના મહિલા પી એસ આઈ નયનાબેન કદાવાલાએ પણ ધોરાજી શહેરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ભુખી ચોકડીથી પસાર થતા તમામ વાહનોનું સધન ચેકીંગ હાથ ધર્યું હતું, અને ખાસ કરીને મહિલાઓ કામ વગર બહારના નીકળે એ માટે અપીલ કરી હતી.
રીપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી