ઉપલેટા (Upleta) શહેર (City) માં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા (MLA Lalit Vasoya) સહિતના આગેવાનોએ ખેડૂતો સાથે જોડાઈ ને આક્રોશ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન (Farmer Laedar) પાલભાઈ આંબલિયા (Palbhai Ambaliya) પણ જોડાયા હતા.
Rajkot: જિલ્લાના ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદ બાદ જે રીતે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચના અનુસાર જે સર્વે કરવામાં આવ્યું છે ત્યારે આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવેલ છે ત્યારે તેમાં ઘણા ખરા ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાન ગ્રસ્ત છે તેમને સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ત્યારે આ રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આગેવાનો સાથે મળી અને ઉપલેટા પંથકના ખેડૂતો સાથે ઉપલેટા શહેરના જાહેર માર્ગો પર જનાક્રોશ રેલી કાઢી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવી પહોંચ્યા હતા.
આ જનાક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલ નીતિનિયમો વિશે ખેડૂતોને માહિતગાર કાર્ય હતા અને તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવી અને આ સાથે ખાસ રજુઆત કરી હતી.
રિપોર્ટ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ).