REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/ News for India Fri, 18 Oct 2024 12:32:17 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/ 32 32 174330959 Jetpur: લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા હોબાળો કરનારાઓને કાયદાનું ભાન કરાવતી જેતપુર સિટી પોલીસ https://revoltnewsindia.com/rajkot-legal-action-taken-by-jetpur-city-police-against-disturbed-public-peace/8102/ https://revoltnewsindia.com/rajkot-legal-action-taken-by-jetpur-city-police-against-disturbed-public-peace/8102/#respond Fri, 18 Oct 2024 12:28:43 +0000 http://revoltnewsindia.com/?p=8102 જેતપુર સીટી સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો

The post Jetpur: લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા હોબાળો કરનારાઓને કાયદાનું ભાન કરાવતી જેતપુર સિટી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur (Rajkot): જેતપુર સિટી પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ જેતપુર સીટી સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા ચાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી જેતપુર સીટી પોલીસ દ્વારા કરવામાં આવી.

જેતપુર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાંથી જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે આવતા હતા તે વખતે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર FRONX ફોર વ્હીલ રજી નં. GJ-03- NF-7857 વાળી જાહેર રોડ ઉપર રાહદારીને અડચણ થાય તે રીતે ફોર વ્હીલ કાર રાખી ચાર ઇસમો રાત્રીના સમયે જુનાગઢથી આવેલ હોય.

અને તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવાની ખોટી જીદ કરેલ હતી. પરંતુ જેતપુર સીટી પો.સ્ટે.ના પોલીસ સ્ટેશન મહિલા ઓફીસરે આવી મુલાકાત નહીં કરવા દેતા અડધા કલાક સુધી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેઇટની સામે પોતાની ફોર વ્હીલ કાર રાહદારીને અડચણરૂપ મુકી,

જાહેરમાં ગાળા ગાળી બોલવા લાગેલ. બાદ જેતપુર સીટી પોલીસ દ્વારા તેઓને સમજાવી, જતા રહેવા કહેતા, તેઓ ગયેલ નહી અને અસભ્ય વર્તન ચાલુ રાખેલ. ત્યારબાદ જરૂરી પોલીસ ફોર્સ બોલાવી આ ચારેય ઇસમોની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

કબ્જે કરેલ મુદામાલ: (૧) એક FRONX ફોર વ્હીલ રજી નં. GJ-03-NF-7857 ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા (૨) મોબાઇલ ફોન નંગ-૫ કિંમત રૂા.૧,૫૯,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ.૬,૫૯,૦૦૦૦/-.

અટક કરેલ આરોપીઓ: ( ૧) જીતેન્દ્ર કાન્તીભાઈ સોંદરવા, રહે. ધરાનગર, ખોડીયાર ગરબી ચોક, જુનાગઢ. (૨) પરેશ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા, રહે. વેલનાથ શેરી, કડીયાવાડ, જુનાગઢ. (3) મીત જગદીશભાઈ સોંદરવા, રહે. લક્ષ્મીનગર-૦૨, આલ્ફા સ્કુલની પાસે, મોતીબાગ, જુનાગઢ. (૪) માનવ મંગલસિંગ ગોહેલ, રહે. બ્લોક નં.૨૦૩, વસુંધરા એપાર્ટમેન્ટ, વાવડી ગામ, રાજકોટ.આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ ઇ-ગુજકોપ તથા ઇ-કોર્ટ એપ્લીકેશનમાં ચેક કરતા નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

જીતેન્દ્ર કાંન્તીભાઈ સોંદરવા, રહે. ધરાનગર, ખોડીયાર ગરબી ચોક, જુનાગઢ વાળાની વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. (૧) જુનાગઢ C ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં.A-૦૬૪૧/૨૦૨૧, IPC કલમ ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા GPAct ૧૩૫ મુજબ.

પરેશ ઉર્ફે જાડો ભરતભાઈ સોંદરવા, રહે. વેલનાથ શેરી, કડીયાવાડ, જૂનાગઢ વાળાની વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. ૧) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.૨.નં. A-૧૧૨૦૩૦૨૩૨૩૦૧૮૯/૨૦૨૩, IPC કલમ ૩૦૭, ૩૮૭, ૩૨૩, ૩૨૪, (૫૦૬(૨), ૧૧૪ તથા નાણા ધીરધાર અધિનીયમની કલમ ૫, ૩૩, ૪૨(એ) તથા GPAct ૧૩૫ મુજબ. (૨) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૨-૧૩૪૯/૨૦૨૨, પ્રોહીબીશન કલમ ૬૫AA, ૧૧૬(B),૮૧ મુજબ.(3) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૨-૦૧૩૨/૨૦૨૨, પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૧૧૬(B), ૯૮(૨), ૮૧ મુજબ.

(૪) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૨-૦૫૭૮/૨૦૨૨, પ્રોહીબીશન કલમ ૬૫AA, ૧૧૬(B), ૮૧ મુજબ.(૫) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૧-૧૧૮૨/૨૦૨૧, પ્રોહીબીશન કલમ ૬પAA મુજબ. (૬) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૦-૦૩૨૨/૨૦૨૦, પ્રોહીબીશન કલમ ૬૫B,C,D,E,Fમુજબ. (૭) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૦૩૮૯/૨૦૨૦, IPC કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) મુજબ.(૮) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૦૪૦૦/૨૦૨૦, GPAct ૧૩૫ મુજબ.

(૯) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૧૧૦૫/૨૦૨૦, IPC કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) મુજબ.(૧૦) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૨૦૯૦/૨૦૨૦, IPC કલમ ૩૨૩, ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ મુજબ. (૧૧) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૨૩૨૬/૨૦૨૦, પ્રોહીબીશન કલમ ૬૫F વિગેરે મુજબ.(૧૨) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૨૩૨૦-૦૩૯૯/૨૦૨૦, પ્રોહીબીશન કલમ ૬૬(૧)બી મુજબ.

(૧૩) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.૨.નં. I/૦૪૯૬/૨૦૧૯, પ્રોહીબીશન કલમ ૬પF મુજબ.(૧૪) જુનાગઢ B ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. II/૦૦૪૬/૨૦૧૯, આમ્સ એક્ટ ૨૫(૧-બી), એ, ૨૯ મુજબ.(૧૫) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.૨.નં. /૦૧૯૬/૨૦૧૯, IPC કલમ ૩૨૪, ૧૧૪ તથા GPAct ૧૩૫ મુજબ.(૧૬) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. I/૦૨૦૫/૨૦૧૯, આમ્સ એક્ટ ૨૫(૧-બી),એ તથા IPC કલમ ૩૨૩, ૩૨૪, ૧૧૪ તથા GPAct ૧૩૫ મુજબ.

(૧૭) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. III/૦૩૩૪/૨૦૧૮, પ્રોહીબીશન કલમ ૬૫F મુજબ.( ૧૮) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. III/૦૪૬૬/૨૦૧૮, પ્રોહીબીશન કલમ ૬પEF મુજબ.(૧૯) જુનાગઢ A ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. III/૦૪૯૬/૨૦૧૮, પ્રોહીબીશન કલમ ૬૫E, ૮૧ મુજબ.(૨૦) જુનાગઢ C ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. I/૦૧૨૩/૨૦૧૮, IPC કલમ ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૪૨૭ તથા GPAct ૧૩૫ મુજબ.

મીત જગદીશભાઈ સોંદરવાની વિરૂધ્ધમાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. (૧) જુનાગઢ C ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૦૪૨૧-૧૧૯૪/૨૦૨૧, IPC કલમ ૩૬૫, ૩૮૭, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ વિગેરે.(૨) જુનાગઢ ભવનાથ પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૦૩૨૨-૦૦૨૨/૨૦૨૨, IPC કલમ ૩૬૫, ૩૨૩, ૨૯૪(ખ),૧૪૩, ૧૪૭, ૧૪૯ મુજબ. (3) જુનાગઢ C ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૦૩૦૦૪૨૨-૦૨૫૩/૨૦૨૨, IPC કલમ ૩૭૬(૨)(H), ૩૭૬(૨)(N) વિગેરે મુજબ.

માનવ મંગલસિંગ ગોહેલની વિરૂધ્ધમાં રાજકોટ શહેરમાં એક ગુનો દાખલ થયેલ છે.

આ કામગીરી કરનાર ટીમ- જેતપુર સીટી પોલીસ ટીમ.

Loading

The post Jetpur: લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા હોબાળો કરનારાઓને કાયદાનું ભાન કરાવતી જેતપુર સિટી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/rajkot-legal-action-taken-by-jetpur-city-police-against-disturbed-public-peace/8102/feed/ 0 8102
Jetpur: પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી જેતપુર પોલીસ https://revoltnewsindia.com/jetpur-police-arrested-gang-that-stole-passengers-in-auto-rickshaw/8094/ https://revoltnewsindia.com/jetpur-police-arrested-gang-that-stole-passengers-in-auto-rickshaw/8094/#respond Mon, 14 Oct 2024 18:42:38 +0000 http://revoltnewsindia.com/?p=8094 Jetpur (Rajkot): ઓટો રિક્ષામાં વૃધ્ધ મહિલા પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચુકવી પહેરેલ સોનાના દાગીનાઓની ચોરી કરતી ટોળકીને કુલ કિંમત રૂા.

The post Jetpur: પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી જેતપુર પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur (Rajkot): ઓટો રિક્ષામાં વૃધ્ધ મહિલા પેસેન્જરોને બેસાડી તેઓની નજર ચુકવી પહેરેલ સોનાના દાગીનાઓની ચોરી કરતી ટોળકીને કુલ કિંમત રૂા. 60,000/- ના મુદામાલ સાથે જેતપુર સીટી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે.

અજાણ્યા ઓટો રિક્ષાવાળા ચાર ઇસમોએ ફરીયાદીને રીક્ષામાં બેસાડી નજર ચુકવી ડાબા હાથમાં પહેરેલ સોનાની એક બંગડી જેની કિંમત રૂ. 60000/- ની ચોરી કરી લઇ જઇ ગુનામાં આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો.

જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ચોરીના મુદામાલ સાથે શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

તે વખતે પો. હેડ કોન્સ. ધવલ ગાજીપરા તથા સાગર મકવાણા બંન્નેને મળેલ ખાનગી હકીકતના આધારે આરોપી (1) મુન્ના ઉકા મકવાણા તથા (2) રાકેશ અશોક રાજાણી બંન્નેને શોધી કાઢી ગુનામાં ચોરી થયેલ મુદ્દામાલ બાબતે આરોપીઓની પુછપરછ કરતા ગુનાની કબુલાત આપતા અટક કરેલ.

અને ચોરીનો મુદામાલ જાણતો હોવા છતા ઓછી કિંમતમાં પોતાના આર્થીક ફાયદા માટે ખરીદી કરનાર સહ આરોપી (3) અમર રમેશ ડાભીને શોધી કાઢી ગુનામાં ચોરી થયેલ સોનાની બંગળીના મુદામાલની સંપુર્ણ રીકવરી કરી ત્રણેય આરોપીઓને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર કોર્ટએ આરોપીઓના દિન-બે ના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ.

ડીટેકટ કરેલ ગુનો: જેતપુર સીટી પો.સ્ટે. ગુ.૨.નં. A-1121302224-0682/2024, as per section 303(2), 54, 319 of BNS-2023.

કબ્જે કરેલ મુદ્દામાલ: એક સોનાની બંગડી આશરે જેની કિંમત રૂા. 60,000/-

અટક કરેલ આરોપી: (1) મુન્ના ઉકા મકવાણા, રહે. હાલ અરજણભાઇ કરીયાણાની દુકાન વાળાના મકાનમાં ભાડેથી, ગણેશનગર, જુનાગઢ રોડ, જેતપુર, મુળ રહે. પ્લોટ, વિસ્તાર, ફુલસર ગામ, તા.તળાજા, જી.ભાવનગર. (2) રાકેશ અશોક રાજાણી, રહે. ભાર્ગવ કારખાનાના ગેઇટની સામે, દેરડી ધાર, જેતપુર, (3) અમર રમેશ ડાભી, રહે. હારવેધાટ, ગોંદરા વિસ્તાર, જેતપુર,

અટક કરવાના બાકી આરોપીઓ: (1) પરેશ સોલંકી રહે. ગણેશનગર, જુનાગઢ રોડ, જેતપુર, (2) ઉમેશ, રહે. ચલાળા, જી.અમરેલી.

શું હતી મોડસ ઓપરેન્ડી?: આ આરોપીઓ અશક્ત અને વૃધ્ધ મહિલાઓને ઓટો રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી બદદાનતથી શરીર ઉપર પહેરેલ સોનાના દાગીનાઓની ચોરી કરવાની ટેવ છે.

શું છે આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ: (1) મુન્ના ઉકા મકવાણા તથા (2) રાકેશ અશોક રાજાણી તથા (3) પરેશ સોલંકીની વિરૂધ્ધમાં અગાઉ રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે.માં ગુ.ર.નં. A-11218035240619/2024, BNS કલમ303(2), 54 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે.

Loading

The post Jetpur: પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી જેતપુર પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/jetpur-police-arrested-gang-that-stole-passengers-in-auto-rickshaw/8094/feed/ 0 8094
ફૂલે-શાહૂ-આંબેડકરી વિચારધારાએ વાલ્મીકિની વંચિતતાનો મુદ્દો એજન્ડા પર લેવો પડશે: રાજુ સોલંકી https://revoltnewsindia.com/phule-shahoo-ambedkari-ideology-must-put-valmikis-deprivation-issue-on-agenda-by-raju-solanki/8087/ https://revoltnewsindia.com/phule-shahoo-ambedkari-ideology-must-put-valmikis-deprivation-issue-on-agenda-by-raju-solanki/8087/#respond Sat, 14 Sep 2024 15:23:38 +0000 https://revoltnewsindia.com/?p=8087 ભારતના ઇતિહાસનું અંતિમ સત્ય એ જ છે કે માલિકો ગુલામોનું વર્ગીકરણ કે પેટા વર્ગીકરણ કરી શકે છે. ગુલામો હોમોજીનસ છે કે હીટરોજીનસ છે એ મુદ્દો મહત્વનો નથી. ગુલામો પાસે કોઈ…

The post ફૂલે-શાહૂ-આંબેડકરી વિચારધારાએ વાલ્મીકિની વંચિતતાનો મુદ્દો એજન્ડા પર લેવો પડશે: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારતના ઇતિહાસનું અંતિમ સત્ય એ જ છે કે માલિકો ગુલામોનું વર્ગીકરણ કે પેટા વર્ગીકરણ કરી શકે છે. ગુલામો હોમોજીનસ છે કે હીટરોજીનસ છે એ મુદ્દો મહત્વનો નથી. ગુલામો પાસે કોઈ વિકલ્પ જ નથી.

માલિકો ગુલામોને ટુકડા ફેંકે છે. ગુલામોમાં કેટલાક તાકતવર છે, તેઓ વધારે ટુકડા લઈ જાય છે. નબળા ગુલામો ટુકડાથી વંચિત રહી જાય છે.

ગુલામો એકત્રિત થઈને માલિકો સામે લડે, તેમને હરાવે અને પોતે શાસક બને એવી આશા શું ઠગારી છે?

હું ચુમ્માલીસ વર્ષથી અનુસૂચિત જાતિઓની એકતા માટે મથ્યો છું અને વાલ્મીકિ જાતિને દલિત-બહુજન આંદોલન સાથે જોડવાના પ્રયાસો કર્યા છે.

દલિતોની પેટા જાતિઓ વચ્ચેના આંતરિક મતભેદો ઘટાડવા માટે મેં હંંમેશા આંતરજાતિય લગ્નોની હિમાયત કરી છે.

1985માં વાલ્મિકી જાતિના પ્રથમ મહિલા પીએચડી ડો. શારદા વડાદરાનું અમે કર્મશીલ મિત્રોએ જાહેર નાગરિક સન્માન કર્યું હતું. અમદાવાદના જયશંકર સુંદરી હોલમાં દલિત આંદોલનના તમામ કર્મઠ વડીલોએ હાજરી આપી હતી.

અમારી અસરકારક પહેલે શંકરાચાર્યને પણ ડો. શારદા વડાદરાનું સન્માન કરવાની પ્રેરણા આપી હતી. તે કાર્યક્રમમાં હરિજન સેવકના સંઘના પ્રમુખ જીણાલાલ જયરામદાસ આવ્યા હતા.

તેમણે તેમના વક્તવ્યમાં જણાવેલું કે સફાઈ કામદારો પરની એક ડોક્યુમેન્ટરી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા જોઈ રહ્યા હતા ત્યારે તેમાં વાલ્મિકી સફાઈ કામદારોને માથે મેલુ ઉપાડતા અને તેમના શરીર પર રેલા દદડતા જોઈને તેમણે નાક ઉપર રૂમાલ મૂકી દીધો હતો.

1990માં માથે મેલું ઉપાડવાની પ્રથાના સમગ્ર ગુજરાતમાં આંકડા પ્રથમવાર પત્રિકા પત્રિકા સ્વરૂપે ઉજાગર કરેલા અને આ સમસ્યા પરત્વે વ્યાપક સમાજનું ધ્યાન દોરેલું.

ડેવલપમેન્ટ કમિશનરના સત્તાવાર આંકડા અત્યંત ગોપનીય હતા, જેને જાહેર કરવામાં આવેલા.

1993માં ભાલ બારાના વીસ ગામોમાં બીહેવીયરલ સાયન્સ સેન્ટરે એક પહેલ કરી હતી. દરેક ગામમાં વાલ્મીકિ બહેનોના હાથે રાંધેલું ભોજન વણકર રોહિત સહિતની દલિત પેટા જાતિઓ તેમ જ દરબાર સુદ્ધાં એક પંગતમાં અને એ પણ વાલ્મીકિ વાસમાં જ બેસીને આરોગ્યું.

ત્યારે ‘ચોટલા ખત’ નામના શેરી નાટકની એક સ્ક્રીપ્ટ મેં લખેલી, જેમાં દેવાના બોજ હેઠળ ડૂબેલા વાલ્મીકિની વિપદા વર્ણવી હતી. આ નાટક બાળ કલાકારોએ ભજવેલું.

આજે અનુસૂચિત જાતિ અને જનજાતિઓની અનામતોમાં પેટા વર્ગીકરણ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી રાતોરાત વાલ્મીકિની નજરમાં કેટલાક એનજીઓના અપવાદ બાદ કરતાં તમામ દલિત કર્મશીલો વિલન બની ગયા છે.

અત્યાર સુધી જે તોપનું નાળચું ઉપલી જાતિઓ તરફ તકાયેલું હતું, એ નાળચું 180 ડીગ્રી ફરીને દલિતની અંદરની જ પેટાજાતિઓ તરફ તકાયું છે. બહુજન સામે વંચિતોએ મોરચો માંડ્યો છે.

ફૂલે-શાહૂ-આંબેડકરી વિચારધારાએ વાલ્મીકિની વંચિતતાનો મુદ્દો એજન્ડા પર લેવો પડશે, તો જ આંદોલન અને વિચારધારા મજબૂત બનશે.

નોંધ: અહીં પ્રસ્તુત થતા લેખ લેખકના અંગત વિચાર છે.

Loading

The post ફૂલે-શાહૂ-આંબેડકરી વિચારધારાએ વાલ્મીકિની વંચિતતાનો મુદ્દો એજન્ડા પર લેવો પડશે: રાજુ સોલંકી appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/phule-shahoo-ambedkari-ideology-must-put-valmikis-deprivation-issue-on-agenda-by-raju-solanki/8087/feed/ 0 8087
જેતપુર: SPVS કેમ્પસમાં કરવામાં આવી હિન્દી સપ્તાહની ઉજવણી https://revoltnewsindia.com/jetpur-hindi-week-celebration-held-at-spvs-campus/8081/ https://revoltnewsindia.com/jetpur-hindi-week-celebration-held-at-spvs-campus/8081/#respond Sat, 14 Sep 2024 09:59:10 +0000 https://revoltnewsindia.com/?p=8081 ‘હિન્દી હૈ ભારત કી આશા, હિન્દી હૈ ભારત કી ભાષા’ સુત્રચારસાથે SPVS કેમ્પસમાં હિન્દી સપ્તાહની ઉજવણી જેતપુર (રાજકોટ): દર વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, હિન્દી…

The post જેતપુર: SPVS કેમ્પસમાં કરવામાં આવી હિન્દી સપ્તાહની ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

‘હિન્દી હૈ ભારત કી આશા, હિન્દી હૈ ભારત કી ભાષા’ સુત્રચારસાથે SPVS કેમ્પસમાં હિન્દી સપ્તાહની ઉજવણી

જેતપુર (રાજકોટ): દર વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ ‘હિન્દી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, હિન્દી દિવસ માત્ર ડે સેલિબ્રશન માટે ઉજવાતો નથી પરંતુ આપણી રાષ્ટ્રભાષાને સન્માન આપવા માટે તેમજ એ ભાષા જેણે આપણને સ્વતંત્રતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

લુપ્ત થતી અને જેનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય તે હેતુથી આપણી રાષ્ટ્રભાષા હિન્દી ભાષાનો બોલવામાં અને હિન્દી ભાષાની જાગૃતિ લાવવા માટે એસપીવીએસ કેમ્પસમાં પ્રાયમરી વિભાગના એચઓડી સંદીપ ભટ્ટીએ તેમજ શિક્ષકોએ દર વર્ષની જેમ હિન્દી સપ્તાહ ઉજવવાનું બીડું ઝડપી હિન્દી સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરેલ હતું.

જેતપુર (રાજકોટ): દર વર્ષે 14મી સપ્ટેમ્બરના રોજ 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, હિન્દી દિવસ માત્ર ડે સેલિબ્રશન માટે ઉજવાતો નથી પરંતુ આપણી રાષ્ટ્રભાષાને સન્માન આપવા માટે તેમજ એ ભાષા જેણે આપણને સ્વતંત્રતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

હિન્દી ભાષાનો વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ, વક્તૃત્વ, નિબંધ અને નાટક જેવી અલગ અલગ થીમ આપલે સાથે નેતાઓ, વીર પુરુષો વિગેરે વિશે પ્રોજક્ટ તૈયાર કરી એક્ઝિબિશન ગોઠવામાં આવેલ જે આશરે 700 વિદ્યાર્થીઓએ નિહાળેલ.

કેમ્પસ ડાયરેક્ટર તથા ખ્યાતનામ શિક્ષણવિદ દિનેશ ભુવા અને ધવલ ઇન્ટરનેશનલ સ્કુલના સીઈઓ જયવીર ભુવા, કેમ્પસના એચઓડી સંદીપ ભટ્ટી, ચોવટિયા સાહેબ, કેડી સાહેબ અને તમામ શિક્ષકો હાજર રહેલ હતા.

Loading

The post જેતપુર: SPVS કેમ્પસમાં કરવામાં આવી હિન્દી સપ્તાહની ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/jetpur-hindi-week-celebration-held-at-spvs-campus/8081/feed/ 0 8081
રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા 240 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો https://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizes-240-bottles-of-foreign-liquor-with-a-total-of-more-than-four-lakhs/8076/ https://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizes-240-bottles-of-foreign-liquor-with-a-total-of-more-than-four-lakhs/8076/#respond Sat, 14 Sep 2024 08:56:07 +0000 https://revoltnewsindia.com/?p=8076 રાજકોટ: વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 240 તેમજ કુલ ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા પકડી પાડવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય…

The post રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા 240 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ: વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 240 તેમજ કુલ ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા પકડી પાડવામાં આવેલ છે.

રાજકોટ ગ્રામ્ય LCB સ્ટાફ કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે વિરપુર પોલીસ સ્ટેશન પીઠડીયા ગામ રોડ ઉપરથી નંબર વગરની ઈકો કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બે ઇસમોને પકડી પાડવામા આવેલ હતા.

આરોપી: (1) અજયભાઇ જેન્તીભાઇ મકવાણા, રહે. પાટીદડ, તા.ગોંડલ, જી. રાજકોટ. (2) સોહીલભાઇ સલીમભાઇ સંઘી રહે. ચોરડી તા.ગોંડલ જી. રાજકોટ (પકડવા પર બાકી).

કબ્જે કરેલ મુદામાલ: અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 240 કિ.રૂા. 96,000/-, મારૂતી ઈકો કાર – 01 કી.રૂ. 3,00,000/-, મોબાઇલ ફોન નંગ – 01 કિ.રૂા. 15,000/- મળી કુલ મુદામાલ કિંમત રૂા. 4,11,000/-.કામગીરી કરનાર ટીમ: રાજકોટ ગ્રામ્ય LCB ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. ઓડેદરા તથા એએસઆઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી,પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, અરવિંદસીંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશી, ડ્રા.એ.એસ.આઈ. રઝાકભાઈ બીલખીયા અને ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ.

Loading

The post રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા 240 નંગ વિદેશી દારૂની બોટલો સાથે કુલ ચાર લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizes-240-bottles-of-foreign-liquor-with-a-total-of-more-than-four-lakhs/8076/feed/ 0 8076
Teacher’s Day 2024: જેતપુરની અક્ષરદીપ શાળામાં ઉજવાયો શિક્ષક દિવસ https://revoltnewsindia.com/teachers-day-2024-celebrated-at-akshardip-school-jetpur-rajkot/8067/ https://revoltnewsindia.com/teachers-day-2024-celebrated-at-akshardip-school-jetpur-rajkot/8067/#respond Thu, 05 Sep 2024 13:28:10 +0000 https://revoltnewsindia.com/?p=8067 Teacher’s Day 2024: ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.  જ્યારે, વિશ્વ શિક્ષક દિવસ એક મહિના પછી એટલે કે 5મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ભારતમાં શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી…

The post Teacher’s Day 2024: જેતપુરની અક્ષરદીપ શાળામાં ઉજવાયો શિક્ષક દિવસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Teacher’s Day 2024: ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.  જ્યારે, વિશ્વ શિક્ષક દિવસ એક મહિના પછી એટલે કે 5મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.

ભારતમાં શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે.

જેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેમને 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ત્યારે આ ખાસ દિવસે રાજકોટ જિલ્લાના જેતપુરની અક્ષરદીપ પ્રાથમિક શાળામાં પણ દેશના દ્વીતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે હોંશભેર શિક્ષક દિવસ (Teacher’s Day 2024) ઉજવવામાં આવ્યો હતો.

જેમાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બનીને શાળામાં વર્ગ લીધા હતા. અને આનંદ ઉમંગ સાથે શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.

Loading

The post Teacher’s Day 2024: જેતપુરની અક્ષરદીપ શાળામાં ઉજવાયો શિક્ષક દિવસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/teachers-day-2024-celebrated-at-akshardip-school-jetpur-rajkot/8067/feed/ 0 8067
જેતપુર: અનુસૂચિત જાતિ (SC) સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીરસ્ત કરવાની માંગને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર https://revoltnewsindia.com/demand-to-set-aside-supreme-court-judgment-made-by-sc-samaj-jetpur/8057/ https://revoltnewsindia.com/demand-to-set-aside-supreme-court-judgment-made-by-sc-samaj-jetpur/8057/#respond Wed, 21 Aug 2024 12:20:03 +0000 https://revoltnewsindia.com/?p=8057 જેતપુર (રાજકોટ) તા. 21 આજરોજ જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તાજેતરમાં એટલે કે 01.08.2024ના સાત જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા SC અને ST કેટેગરીમાં વર્ગીકરણ કરવાના અને ક્રીમિલેયર દાખલ કરવાના…

The post જેતપુર: અનુસૂચિત જાતિ (SC) સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીરસ્ત કરવાની માંગને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (રાજકોટ) તા. 21 આજરોજ જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તાજેતરમાં એટલે કે 01.08.2024ના સાત જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા SC અને ST કેટેગરીમાં વર્ગીકરણ કરવાના અને ક્રીમિલેયર દાખલ કરવાના ચુકાદાને નિરસ્ત કરવા અને આગાઉ પાંચ જજ બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લાગુ કરવાની માંગ લઈને જેતપુર શહેર મામલતદાર મારફત ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબની માંગ કરવામાં આવી હતી

SC, ST અનામત કેટેગરીમાં ઉપકોટા કરવા રાજ્યોને સત્તા આપતો 01/08/2024 નો સુપ્રિમકોર્ટની સાત જજોની બેંચનો ચૂકાદો નિરસ્ત કરવામાં આવે અને અગાઉની પાંચ જજોની બેંચના આ બાબતના ચૂકાદાને બહાલ કરવામાં આવે.

SC, ST કેટેગરીમાં અનામતનો લાભ મેળવવા અસમર્થ રહેલી જાતિઓ કે જે ગરીબ રહી ગઇ છે તેમને અલગથી EWS જેવી સગવડ જનરલ કોટામાંથી આપવામાં આવે કારણ કે દેશના ગરીબ નાગરીકોના ઉત્થાન માટે EWS કોટા દાખલ કરવામાં આવ્યો છે. આ EWS કોટાની જોગવાઇ બંધારણમાં સુધારો લાવી સંસદમાં પસાર કરવામાં આવે.

SC, ST બંધારણીય અનામત જોગવાઇ ‘પ્રતિનિધિત્વ’ જે બંધારણની 09મી અનુચૂચિમાં દાખલ કરવામાં આવે જેથી તેમાં રાજકીય રાગ-દ્વેશ, રાજકીય લાભ માટે કોઈ સતાધારી બહુમત પક્ષો છેડછાડ ન કરી શકે.

SC, ST કેટેગરીની ગરીબ જ્ઞાતિઓ માટે સ્પેશ્યલ ફંડની અલાયદી વ્યવસ્થા કરી તેમના ઉત્થાન માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે.

SC, ST ક્યોનન્ટ પ્લાનને કાનુની સ્વરૂપ આપવામાં આવે.

રિઝર્વેશન એકટ બનાવવામાં આવે.

રિઝર્વેશન ઇન પ્રમોશનનો કાયદો બનાવી તેની અમલવારીનું માળખુ તૈયાર કરવામાં આવે.

જુની રોસ્ટર સિસ્ટમ દાખલ તાત્કાલીક ખબરથી અમલ કરવામાં આવે.

સરકારી, અર્ધસરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ/ વેચાણ બંધ કરવામાં આવે.

શિક્ષણ અને સરકારી સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે.

પ્રાઇવેટ સેક્ટરમાં અનામત દાખલ કરવામાં આવે તે માટે સંસદમાં કાનુની પારિત કરવામાં આવે.

હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટમાં ભરતી પ્રક્રિયા જાહેર પરિક્ષા દ્વારા મેરીટથી કરવામાં આવે.

કોલેજીયમ સિસ્ટમ નાબુદ કરવામાં આવે.

ન્યાય વ્યવસ્થામાં પ્રતિનિધિત્વની ફરજીયાત જોગવાઇ કરવામાં આવે.

લેટરલ એન્ટ્રી સિસ્ટમ ગેર બંધારણીય છે જેને નાબુદ કરવામાં આવે.

આ માંગણીઓ સાથે અનુસૂચિત જાતિ સમાજ જેતપુર શહેર અને તાલુકા, વણકર સમાજ – નવાગઢ, ભીમ આર્મી, ગૌતમ બુદ્ધ યુવા સંગઠન – સરધારપુર દ્વારા સાથે મળીને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

Loading

The post જેતપુર: અનુસૂચિત જાતિ (SC) સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને નીરસ્ત કરવાની માંગને લઈને મામલતદારને આપ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/demand-to-set-aside-supreme-court-judgment-made-by-sc-samaj-jetpur/8057/feed/ 0 8057
Ahmedabad: અમદાવાદના વેપારી સાથે દેહગામના બિલ્ડર દ્વારા ઠગાઇ https://revoltnewsindia.com/ahmedabad-businessman-cheated-by-dehgam-builder/8052/ https://revoltnewsindia.com/ahmedabad-businessman-cheated-by-dehgam-builder/8052/#respond Mon, 12 Aug 2024 09:47:13 +0000 https://revoltnewsindia.com/?p=8052 By Nelson Parmar, Ahmedabad: અમદાવાદ શહેરનાં બોપાલ વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટનો ધંધો કરતા તન્મય શેઠ નામનાં વેપારી સાથે સંજય મુંજપરા નામાનાં વ્યકિત અને તેમના અન્ય ભાગીદારોએ સાથે મળીને છેતરપિંડી આચરી…

The post Ahmedabad: અમદાવાદના વેપારી સાથે દેહગામના બિલ્ડર દ્વારા ઠગાઇ appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Nelson Parmar,

Ahmedabad: અમદાવાદ શહેરનાં બોપાલ વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટનો ધંધો કરતા તન્મય શેઠ નામનાં વેપારી સાથે સંજય મુંજપરા નામાનાં વ્યકિત અને તેમના અન્ય ભાગીદારોએ સાથે મળીને છેતરપિંડી આચરી હતી. વધું માહિતી જોઈએ તો ‘અચલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ નામની ભાગીદારી પેઢીએ અક્ષરધામ પ્રિમીયમ વિલા નામની રેસીડેન્સીયલ બંગ્લોઝ નામનાં પ્રોજેક્ટમાં રોકાણ કરેલ જેનાં જરુરી દસ્તાવેજ પણ થઈ ગયેલ હોવા છતાંય હવે તન્મય શેઠનાં માલિકીની મિલકતમાં તેમને જ ઘુસવા ન દઈને આ ભાગીદાર પેઢીએ કબ્જો જમાવી લીધો છે.

તન્મય શેઠનું કહેવું છે કે, જ્યારે આ સ્કીમમાં રોકાણ કરેલ ત્યારે જે-તે દસ વર્ષ પહેલાંના સમયના ભાવ પ્રમાણે કિંમત ચુકવેલ હતી પણ ગાંધીનગર ગીફ્ટ સીટીનો પ્રોજેક્ટ બનતાં આસપાસની જમીનના ભાવ ઉંચકાયા હતાં. જેના કારણે આ બિલ્ડર્સોમાં વધારે પૈસા કમાઈ લેવા લાલાચમાં આવી ગયા છે અને તેમણે વેંચેલી જમીન હવે પાછી મેળવવા માટે ગેરકાયદે મંડળી રચી, અમારી સામે કાવતરા ઘડીને અમારી જગ્યા પર કબજો જમાવી બેઠા છે.

શામ, દામ, દંડનો ઉપયોગ કરી ધાક ધમકી આપી તેમની જ માલિકીની જગ્યામાં તેમને જતા રોકવામાં આવે છે. જો ત્યાં આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. એવું પણ કહ્યું છે કે, જો ગાંધીનગર બાજું નિકળશે તો પણ પગ ભાંગી નાંખશે. આમ ધાક ધમકીઓ આપીને અમારી માલીકીની જમીન પચાવી પાડવા કારસો ઘડી રહ્યા છે. તન્મય શેઠનું કહેવું છે કે આ માટે ઘણાં લાંબા સમયથી ગેરકાયદે મંડળી રચીને જાણીજોઈને અમને જીવન જરૂરિયાતની બેઝીક સુવિધાઓ જેમાં લાઈટ, પાણી અને અન્ય સુવિધાઓ જે તેમણે બ્રોસરમાં આવવાનો વાયદો કર્યો હતો તેનાથી પણ વંચિત રાખીને હેરાનગતિ કરી રહ્યા છે.

ઘણાં વર્ષોથી એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા છે. આ સમગ્ર બાબતે તન્મય શેઠ દ્વારા દેહગામ પોલીસ સ્ટેશનમાં સામેવાળા સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવા બનતાં પ્રયત્નો કરેલાં છે, તેમણે સમગ્ર બાબતે અરજી કરીને કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ છે તેમ છતાંય પોલીસ સાથે પણ આ બિલ્ડર્સ લોબીની મિલીભગત હોય એ રીતે પોલીસે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી.

જે જોતાં લાગે છે કે, પોલીસ જાણીજોઈને સીધી રીતે આરોપીઓને છાવરી રહી છે. તન્મય શેઠના જણાવ્યા અનુસાર તેમની પાસે તેમને વેચાણે લીધેલ ધરના દસ્તાવેજી પુરાવા અને પેમેન્ટ ચુકવ્યું છે તેના સઘળા પુરાવા છે. અગાઉ પણ અચલ આ બિલ્ડરો દ્રારા ધાક ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેની જાણવાજોગ ફરિયાદ દેહગામ પોલીસ સ્ટેશનમાં આપેલ હતી.

Loading

The post Ahmedabad: અમદાવાદના વેપારી સાથે દેહગામના બિલ્ડર દ્વારા ઠગાઇ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/ahmedabad-businessman-cheated-by-dehgam-builder/8052/feed/ 0 8052
Rajkot: 02થી 06 જુલાઈ સુધી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ રહેશે બંધ, જાણો શું છે કારણ https://revoltnewsindia.com/ration-card-online-services-closed-from-02-to-06-july-know-the-reason/8048/ https://revoltnewsindia.com/ration-card-online-services-closed-from-02-to-06-july-know-the-reason/8048/#respond Mon, 01 Jul 2024 16:49:31 +0000 https://revoltnewsindia.com/?p=8048 Rajkot: રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી તા. 02થી 06 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.…

The post Rajkot: 02થી 06 જુલાઈ સુધી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ રહેશે બંધ, જાણો શું છે કારણ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રેશનકાર્ડને લગતા ડેટાબેઝ અન્ય સર્વર પર માઈગ્રેટ કરવાનો હોવાથી તા. 02થી 06 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે તેમ જિલ્લા પૂરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

આ યાદીમાં જણાવાયા મુજબ, રેશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો ના કરવો પડે તે હેતુથી સર્વર પર ડેટાબેઝ અપડેટ કરવા અંગે નાયબ નિયામક અન્ન અને નાગરિક પૂરવઠા કચેરી-ગાંધીનગર તરફથી સૂચના આવી છે કે, હાલમાં રેશનકાર્ડને લગતો જૂનો ડેટાબેઝ સર્વર પર રહેલો છે.

જેનો સમયગાળો ખૂબ વધારે થઈ ગયો હોવાથી માઇક્રોસોફ્ટ દ્વારા તેના પર સપોર્ટ બંધ કરાયો છે. જેના લીધે સર્વર ધીમું હોવા બાબતે જિલ્લા-તાલુકા કક્ષાએ હાલાકીનો સામનો કરવાના પ્રશ્ન ઊભા થાય છે.

જેથી તા.02થી 06 જુલાઈ સુધીના સમયગાળામાં રેશનકાર્ડને લગતી સિસ્ટમ માઇગ્રેટ-મેઈન્ટેનન્સ હેઠળ હોવાથી, આ સમયગાળામાં રેશનકાર્ડને લગતી ઓનલાઈન સેવાઓ બંધ રહેશે. આ બાબતની નોંધ તમામ વ્યાજબીભાવની દુકાનના સંચાલકો તથા રેશનકાર્ડ ધારકોને લેવા જણાવાયું છે.

Loading

The post Rajkot: 02થી 06 જુલાઈ સુધી રેશનકાર્ડની ઓનલાઈન સેવાઓ રહેશે બંધ, જાણો શું છે કારણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/ration-card-online-services-closed-from-02-to-06-july-know-the-reason/8048/feed/ 0 8048
Rajkot: રાજકોટ જિલ્લાના યુવાનો માટે વિનામૂલ્યે સ્વરક્ષણ તાલીમનું આયોજન, વાંચો સંપૂર્ણ માહિતી https://revoltnewsindia.com/free-self-defense-training-for-youth-of-rajkot-district-read-full-information/8045/ https://revoltnewsindia.com/free-self-defense-training-for-youth-of-rajkot-district-read-full-information/8045/#respond Mon, 01 Jul 2024 16:18:22 +0000 https://revoltnewsindia.com/?p=8045 Rajkot: યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી કે કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે…

The post Rajkot: રાજકોટ જિલ્લાના યુવાનો માટે વિનામૂલ્યે સ્વરક્ષણ તાલીમનું આયોજન, વાંચો સંપૂર્ણ માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી કે કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર કચેરી દ્વારા વિશિષ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટ દ્રારા સૌરાષ્ટ્ર ઝોનના 15થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વર્ધન અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી સ્વબચાવ તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસભાડું સરકાર દ્વારા આપવામાં આવશે. આ શિબિર પાંચ દિવસની નિવાસી શિબિર રહેશે.

આ તાલિમ શિબિરમાં એન.સી.સી., એન.એસ.એસ., રમત-ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, 5/5, બહુમાળી ભવન રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી અરજી ફોર્મ મેળવી સાથે જરૂરી આધાર પુરાવા સ્વ-પ્રમાણિત કરી તા. 10/07/2024 સુધીમાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.એસ. દિહોરાની યાદીમાં જણાવાયું છે.

Loading

The post Rajkot: રાજકોટ જિલ્લાના યુવાનો માટે વિનામૂલ્યે સ્વરક્ષણ તાલીમનું આયોજન, વાંચો સંપૂર્ણ માહિતી appeared first on REVOLT NEWS INDIA.

]]>
https://revoltnewsindia.com/free-self-defense-training-for-youth-of-rajkot-district-read-full-information/8045/feed/ 0 8045