રક્તદાન કેમ્પનું પણ કરવામાં આવ્યું આયોજન
જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર કરવામાં આવ્યાં
આશિષ લાલકિયા (ઉપલેટા) દ્વારા,
Upleta (રાજકોટ): ઉપલેટા સમસ્ત આહિર સમાજના દીકરા દીકરીઓના ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 19 જેટલા નવ-દંપતિઓએ આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે આ સમૂહ લગ્નની અંદર કરિયાવરમાં અંદાજિત વીસ જેટલી વસ્તુઓ આપી હતી. અને સમૂહ લગ્નની સાથે સાથે રક્તદાન કેમ્પ તેમજ કાનગોપીનો કાર્યક્રમ રાત્રિ દરમિયાન યોજવામાં આવેલ હતો.
આ સમૂહ લગ્ન મહોત્સવમાં જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર કરવામાં આવ્યાં હતાં. જેમાં ઠાઠ-માઠ સાથે આહીર સમાજના પુરૂષો અને મહિલાઓ પરંપરાગત પહેરવેશમાં પણ જોવા મળ્યા હતા. આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સામેલ થવા માટે લોકો પણ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ચતુર્થ સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.
આ તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઇલ મીલના ગ્રાઉન્ડ ખાતે 19 નવ-દંપતિઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં રાત્રી દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ તેમજ અન્ય સમાજના આગેવાનો અગ્રણીઓ પણ આ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા હતા. અને આશીર્વાદ અને આશીર્વચન આપ્યા હતા.
ઉપલેટા ખાતે યોજાયેલ આહીર સમાજના ચતુર્થ સમૂહ લગ્નની અંદર હજારોની સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં સહભાગી થઈ અને નવ-દંપત્તિઓને આશીર્વાદ અને આશીર્વચન પણ આપ્યા હતા.
ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજની સમાજની સમુહ લગ્ન સમિતિ દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનની અંદર 19 જેટલા નવદંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતા નવદંપતિઓએ એકી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને માજી ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા
ત્યારે આ સમૂહ લગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને માજી ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા.
જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગઢ, જેઠાભાઈ પાનેરા, માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, લલીતભાઈ વસોયા, પ્રવીણભાઈ માકડીયા તેમજ ઉપલેટા અને આસપાસના પંથકના આહીર સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો અગ્રણીઓ સહિતના સૌ કોઈ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અને સમૂહ લગ્નની સાથે-સાથે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પ તેમ જ રાત્રિ દરમિયાન યોજવામાં આવેલ કાનગોપીના કાર્યક્રમને ભરપૂર આનંદ સાથે માણ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ, યુવાનો, બાળકો, મહિલાઓ, યુવતીઓ સહિતના છેલ્લા અંદાજિત ત્રણ માસથી કાર્યક્રમની જહેમત ઉઠાવી રહ્યા હતા.