જેતપુરમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓને કારણે મહીલાઓ પુરુષો અને યુવાનો થયાં લાલઘુમ

SHARE THE NEWS

રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાપુની વાડી વિસ્તારમાં રોડ,રસ્તા,પાણી અને સાફ સફાઈની સમસ્યાઓના લીધે સ્થાનીક લોકો દ્વારા રેલી યોજવામાં આવી અને સ્થાનીક સુધરાઈ સભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. જેતપુર- નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી પોતાની વેદનાઓ વ્યકત કરી હતી.

હલ્લાબોલ કાર્યક્રમમાં જોડાયા મહિલાઓ,પુરુષો અને યુવાનો

રોડ રસ્તા પાણી અને સફાઈની સમસ્યાઓને કારણે કાઢવામાં આવ્યું સરઘસ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં વોર્ડ નંબર 7 ના લોકો દ્વારા રોડ રસ્તા, પાણી અને સાફ સફાઈની સમસ્યાનોથી ત્રાહિમામ પોકારી ઉઠીને રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મહિલાઓ વધુ માત્રામાં જોડાઈ હતી સાથે જ પુરુષો અને યુવાનો પણ જોડાયા હતા. માઇક અને લાઉડ સ્પીકર સાથે યોજવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 7 ના લોકો દ્વારા વોર્ડ નંબર 7 ના ચૂંટાયેલા સુધરાઈ સભ્યો ઉપર પ્રશ્ર્નોનો મારો ચાલવામાં આવ્યો હતો. આ રેલીની શરૂઆત વોર્ડ નંબર 7 માં આવેલ બાપુની વાડી વિસ્તારમાંથી કરવામાં આવી હતી.

ચૂંટાયેલા મહિલા સદસ્યોની જગ્યાએ તેમના પતિદેવ જવાબ આપવા માટે ઉતાવળા થયા

સુધરાઈ સભ્યોનો કરવામાં આવ્યો ઘેરાવ

વોર્ડ નંબર 7ની રોષે ભરાયેલી મહિલાઓ પહેલાં તેમના વોર્ડના ચૂંટાયેલા મહિલા સદસ્યો ગીતાબેન જાંબુકિયાના ઘરે પહોંચી હતી અને તેમને રજૂઆત કરતાં એવો આશ્ચર્યજનક જવાબ મળ્યો હતો કે મને આ બાબતની ખબર ન હોય, મારા પતિ જ બધું સંભાળે છે. તેમને એ પણ ખબર ન હતી કે પોતે કઇ સમિતિના ચેરમેન છે.

મારા પતિ જ બધું સંભાળે છે તેવો જવાબ આપ્યો ચૂંટાયેલા મહિલા સદસ્યોએ

ત્યાર બાદ આ વોર્ડ નંબર 7 ના સેનિટેશન સમિતિના ચેરમેન સ્વાતિબેનના ઘરે મહિલાઓ પહોંચી ત્યારે તેઓ પણ જવાબ આપી શક્યા ન હતા, અને તેમના પતિએ જવાબ આપવાનો આગ્રહ રાખ્યો હતો, જો કે તેની સામે મહિલાઓએ જોરદાર વાંધો ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે જેમને સત્તા આપવામાં આવી છે તેમને કશી ખબર ન હોય, તો તેમના પતિના જવાબથી અમને સંતોષ કેવી રીતે હોઇ શકે?

આ હલ્લાબોલ રેલી જેતપુરના મુખ્યમાર્ગો પરથી પસાર થઈને જેતપુર-નવાગઢ નગરપાલિકાની ઓફિસે પહોંચી હતી ત્યાં ફરજ પરના અધિકારીને આ લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *