JCI જેતપુર દ્વારા કોરોના કાળમાં પણ પોતાની બિનચુક ફરજ બજાવતા પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોનું “સેલ્યુટ ટુ સાઈલેન્ટ વર્કર” એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જેતપુર શહેર તથા તાલુકાની આજુબાજુની જનતા માટે છેલ્લા 50 વર્ષથી કાર્યરત તથા હરહંમેશ માટે અવનવા પ્રોજેક્ટ પ્રોગ્રામની હારમાળા સર્જનાર JCI-JETPUR સંસ્થા દ્રારા “સેલ્યુટ ટુ સાઈલેન્ટ વર્કર” નો પ્રોજેક્ટ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલ હતો.
જેતપુરના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા કોરોના વૉરિયર જીતેન્દ્રભાઈ રાઠોડનું જેતપુર સીટી પોલીસના પી.આઈ. કરમુર સાહેબ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ જવાન જીતેન્દ્રભાઈ રાઠોડ ને પી.આઈ. કરમુર સાહેબના માધ્યમથી “સેલ્યુટ ટુ સાઈલેન્ટ વર્કર” નો એવોર્ડ આપી નવાજવામાં આવેલા હતા.
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ દિન-રાત જોયા વગર જેને અવીરત કામગીરી બજાવેલ તેવા હોમગાર્ડ, ટ્રાફીક બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને JCI જેતપુર દ્વારા “સેલ્યુટ ટુ સાઈલેન્ટ” વર્કરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળતાપૂર્વક પાર પાડવા માટે JCI જેતપુર સંસ્થાના પ્રમુખ જેસી.તુષાર સુવાગીયા તથા આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન તરીકે જેસી. શશીકાંત અગ્રાવત તથા અન્ય જેસી મેમ્બરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ એવી સેક્રેટરી જેસી.આશુતોષ જોષીની યાદીમાં જણાવવામાં આવેલ છે.