જેતપુરમાં નકલી પોલીસ બની લોકોને લૂંટતા વડીયાના રંગા-બિલ્લા ઝડપાયા

SHARE THE NEWS

પરપ્રાંતિયો અને સિનિયર સિટીઝનોને બનાવતા હતા ટાર્ગેટ !

Report by Rahul Vegda

જેતપુરના ઓછી અવર-જવર વાળા વિસ્તારોમાં એકજ દીવસમાં અલગ-અલગ જગ્યાએ નકલી પોલીસ બની લુંટ કરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગુન્હાનો ભેદ ઉકેલી બન્ને આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી પડયા હતા.

પકડાયેલા બન્ને આરોપીઓ વીજય ઉર્ફ દેવરાજ જીતેન્દ્રભાઈ બાભણીયા અને કાનો ચીનુભાઈ લાલકીયા નામના બન્ને ઈસમો વડીયાના રહેવાસી છે અને અગાઉ પણ લૂંટ અને દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 07/11/2020 નારોજ સાંજના સમયે સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ કરી નાસી ગયેલ હતા.

જે અંગે જેતપુર સીટી પો.સ્ટે. ખાતે બે ગુના દાખલ થયેલ હતા. જેથી જેતપુર સીટી પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ અલગ-અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી તથા ઈ ગુજકોપ એપ્લીકેશન તથા બાતમીદારો મારફતે માહીતી એકત્ર કરી હતી.

આ દરમિયાન પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે આ લૂંટના ગુન્હામાં વપરાયેલું એક્ટીવા, વડીયા મુકામે ફરી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી મળતા જ પોલીસની એક ટીમ વડીયા મુકામે રવાના થઈ હતી જ્યાંથી બે શંકાસ્પદ ઇસમોને જેતપુર સીટી પોલીસ સ્ટેશને લવાયા હતા.

પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બન્ને ઇસમો ભાંગી પડ્યા હતા અને પોપટ બની તેમના ગુન્હાની કબૂલાત કરી હતી. આરોપીઓએ લૂંટનો મૂદ્દામાલ ચાંપરાજપુર રેલ્વે સ્ટેશન થી આગળ રોડની સાઇડમાં દાટેલ હેવાનું જણાવ્યુ હતું.

જેથી બંને આરોપીઓને સાથે રાખી બન્ને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ જેમાં 13 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, ગુન્હામાં વપરાયેલું એક્ટિવા અને રોકડ રકમ રૂ 4320/- સહિત કુલ રૂ 65720/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *