એકલિંગી સેના દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી ભાવ ઘટાડવા ની ઉગ્ર રજુઆત કરાઈ
આઠ દિવસ માં રોપ-વે ની ટીકીટ ના ભાવ ઘટાડવા માં નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આંદોલન ની ચેતવણી અપાઈ
જેતપુર તા.3
લોકોની વર્ષો જૂની માંગ ગિરનાર રોપ-વે ના નિર્માણ બાદ તેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા ટીકીટ ના ભાવ અસહ્ય અને કમરતોડ એવા વ્યક્તિદીઠ ૭૦૦રૂપિયા ભાવ રાખવામાં આવતા લોકો માં આક્રોશ ફાટી નીકળ્યો છે.લોકો ના આ આક્રોશ ને અવાજ આપવાનું કામ આજે એકલિંગી સેના એ કર્યું છે. આજરોજ જેતપુર ખાતે એકલિંગી સેના ના અધ્યક્ષ દેવરાજ રાઠોડ અને રામગોપાલ દાસ જી મહારાજ ની આગેવાની હેઠળ અને એકલિંગી સેના ના ટોચના આગેવાનો સાથે જેતપુર મામલતદાર કચેરી એ ઉપસ્થિત રહીને જેતપુર મામલતદાર ને મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગિરનાર રોપ-વે નું સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપની દ્વારા ટીકીટ ના દર નક્કી કરવામાં આવ્યા છે જે ખુબ જ ઊંચા છે જે તાત્કાલિક ઘટાડી ને રૂપિયા ૧૫૦ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ વૃધ્ધો અને બાળકો ને રૂપિયા ૫૦ માં જ મુસાફરી કરવામાં આવે તેમજ સાધુ સંતો માટે તદ્દન ફ્રી પાસ આપવામાં આવે તેવી માંગ એકલિંગી સેના દ્વારા કરવામાં આવી હતી. આવેદનપત્ર માં જણાવ્યું હતું કે આગામી સમયમાં એકલિંગી સેના ની માંગ સ્વીકાર વામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં હતી. જેમાં ગુજરાત ના વિવિધ સંગઠન નો ને સાથે રાખીને જન આંદોલન ના મંડાણ કરવામાં આવશે તેવી ચેતવણી એકલિંગી સેના ના અધ્યક્ષ દેવરાજ રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. આ તકે જેતપુર મામલતદાર કચેરી ખાતે સંત સમાજ ના અગ્રણી શ્રી રામગોપાલ દાસ જી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એકલિંગી સેના ની વ્યાજબી અને લોક માંગણી ને સમર્થન આપ્યું હતું અને જરૂર પડ્યે આંદોલન ને પુર્ણ સાથ સહકાર આપવાની ખાત્રી પણ આપી હતી આ તકે એકલિંગી સેના લાલાભાઈ પરમાર, ભૂપતભાઈ મેવાસા , હર્ષદ સોલંકી, અજય રાઠોડ જેવા સેના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દેવરાજ રાઠોડ, વીરપુર(જલારામ)