- Rajkot જિલ્લાના Dhorajiમાં આજે પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાની કાયમી સ્મૃતિ માટે એક રોડનું નામકરણ વિઠ્ઠલ રાદડિયા માર્ગ કરવામાં આવેલ છે.
- ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ધોરાજીના સ્ટેશન રોડ ને વિઠ્ઠલ રાદડિયા માર્ગ તરીકે નામકરણ કરની ને ખુલ્લો મુકવામા આવેલ હતો.
- આ પ્રંસગે ધોરાજીના કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યા હતા, Saurashtra માં જેને ખેડૂત નેતા તરીકે નામના મળી અને ખેડૂતો માટે ખુબ મોટી કામગીરી કરી એવા ભૂતપૂર્વ સાંસદ સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ને કાયમ યાદ કરી શકાય તે માટે તેના રાજકીય કારકિર્દી જ્યાંથી શરૂ કરી તેના તેના કાર્ય ક્ષેત્ર ધોરાજી માં આજે તેના નામને કાયમ યાદ રહે તે માટે ધોરાજી ના સ્ટેશન રોડ ને તેનું નામ આપી ને કાયમી અમર બનાવવા માં આવ્યું હતું.
- રાજકોટ જિલ્લાના ધોરાજીના મુખ્ય માર્ગ એવા ધોરાજી સ્ટેશન રોડ ને નવનિર્મિત બનાવ્યા બાદ અને શહેર ના હૃદય સમા એવા ધોરાજીના સ્ટેશન રોડ ને, આજે ધોરાજી ના સ્ટેશન રોડ ને વિઠ્ઠલભાઈ રાદડિયા ને હંમેશા માટે યાદ કરવા માં આવશે, વિઠ્ઠલભાઈ રાદડિયા એ એક સામાન્ય વ્યક્તિ તરીકે ની જિંદગી શરૂ કરીને રાજકીય ક્ષેત્રે એક આગવી આભા ઉભી કરી હતી.
- જેમાં તેવો દ્વારા ખેડૂતો માટે સહકારી ક્ષેત્રે ક્રાંતિ શરૂ કરી હતી, ખેડૂતો માટે સહકારી મંડળી માં ધિરાણ સહીત ની યોજના ઓ શરૂ કરી ને ખાસ વ્યવસ્થા કરી હતી સાથે રાજકીય ક્ષેત્રે હંમેશા અગ્રસર અને પ્રભાવી રહેલા વિઠ્ઠલ રાદડિયા ના નામ ને ધોરાજી ના એક રોડ સાથે તેમનું નામ જોડવા માં આવેલ હતું, આ રોડ ના નામકરણ કામે ગુજરાત ના કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા ની હાજરી માં કરવા માં આવેલ હતું અને આ તકે બંને વ્યક્તિ એ વિઠ્ઠલભાઈ એ કરેલ કામો ને યાદ કરી ને તેને બિરદાવ્યા હતા.
- રિપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી