થોડા દિવસો પહેલા જ જેતપુર પંથકમાં એક સગીરાની કરપીણ હત્યાનો મામલો આવ્યો હતો. જેના પડઘા સમગ્ર ગુજરાત અને દેશમાં પડ્યા હતા, જેને લઈને ગુજરાતભરના રાજકીય આગેવાનો મૃતક દીકરીના પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા હતા. આવી ઘટનો ના બને તેને લઈને ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેતપુર ડિવિઝનના ASP ને રૂબરૂ મળીને જેતપુરમાં અસામાજીક અને આવરા તત્વોને ડામી દેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સ્પીડમાં બાઈક ચલાવતા આવારા તત્વો એ માઝા મૂકી છે: ABVP
ABVP ના સભ્યો દ્વારા એ પણ આક્રોશ સાથે જણાવવામાં આવ્યું હતું કે જેતપુરમાં એસ.ટી. બસ સ્ટેશન, બોસમિયા કોલેજ, મહિલા કોલેજ, સરદાર ચોક તેમજ શૈક્ષણિક વિસ્તારની આસપાસ ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારા તત્વો પડ્યા પાથર્યા રહે છે, તેમજ સ્કૂલે અને કોલેજ જતી તેમજ બહારગામથી આવતી વિદ્યાર્થીનિઓ અને મહિલાઓની પાછળ જઈને હેરાન પરેશાન કરતા હોય છે, પણ ભોગ બનનારા શરમ અને સંકોચના હિસાબે પોલીસ ફરિયાદ કરતા ડરતા હોય છે.
જુઓ વિડિઓ:
આવારા તત્વોને ઉપર સખત પગલાં લેવાશે: ASP જેતપુર
ABVP દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈને ASP સાગર બાગમાર દ્વારા જણાવવામાં આવ્યું કે પોલિસ દ્વારા સ્થાનિક લેવલે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ: અજય જાદવ, જેતપુર