ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 9,887 નવા કેસ, કુલ સક્રિય કેસ 1.15 લાખને પાર
દેશમાં કોવિડ-19 સામેનો જંગ ચાલુ જ છે…ભારત સરકાર મહામારીના બચાવ માટે તમામ સંભવ પ્રયાસ કરી રહી છે…આમ છતાં, દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે…છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 9,887 નવા કેસ સામે આવ્યા છે….આજે સવારે 8 વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં, 1 લાખ 15 હજાર 942 કેસ સક્રિય છે, તો અત્યાર સુધી 1 લાખ 14 હજાર 72 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે,
તો અત્યાર સુધી 6,642 દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે…આ સાથે જ દેશમાં નોંધાયેલા કેસનો કુલ આંકડો 2 લાખ 36 હજાર 657 થઇ ચૂક્યો છે…દેશમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 80 હજારને પાર પહોંચી ચૂક્યા છે…તો કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તામિલનાડુ બીજા નંબર પર છે, જ્યાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 28,694 પર પહોંચ્યો છે..તો ત્રીજા નંબર પર આવતા દિલ્લીમાં 26 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.