Rajkot: રાજકોટ, તા. 19 મે – રાજ્ય સરકારની તમામ સેવાઓ જન-જનનાં આંગણા સુધી પહોંચાડનારા સરકારી કર્મચારીઓ સતત કાર્યરત રહેતા હોય ત્યારે તેમની દરકાર રાખવાનું કાર્ય પણ સરકાર પ્રતિબધ્ધતાપૂર્વક કરી રહી છે. મામલતદાર કચેરી, જામકંડોરણા (Jamkandorana) ખાતે મામલતદાર કિશોર સંઘાણીના અધ્યક્ષસ્થાને ‘‘વિશ્વ હાઇપરટેશન ડે’’ નિમિતે સામુહિક આરોગ્ય કેન્દ્ર્ જામકંડોરણાના ડો. પી.એસ. ધોળકીયા અને તેની ટીમ દ્વારા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા કુલ 28 જેટલા કર્મચારીઓનું ઓરલ સ્ક્રીનીંગ તેમજ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કર્મચારીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જણાયા હતા.