જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Municipality) દ્વારા તમામ કર્મચારીઓને ઓકટોબર મહિનાનો પગાર (Salary) વહેલો કરી દેવામા આવ્યો છે. વર્ગ-4ના કર્મચારીઓને નિયમ મુજબ બોનસની પણ ચૂકવણી કરી દેવામા આવી છે. જામનગર મનપા દ્વારા તમામ કર્મચારીઓનો ઓકટોબર મહિનાનો પગાર વહેલો કરી દેવાતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ગ-4ના તમામ કર્મચારીઓને નિયમ મુજબ બોનસ (Bonus)ની પણ ચૂકવણી કરી દેવામા આવી છે.
જામનગર મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર અનુસંધાને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે કર્મચારીઓનો પહેલો પગાર કરી દેવામાં આવ્યો છે, તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓને પગાર સાથે વર્ગ-4ના કર્મચારીઓને પગાર સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે.
તેમાં આસિસ્ટન્ટ કમિશનર ડો ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કરાયેલા વધારાની જાહેરાતનો પ્રથમ હપ્તો પણ જામનગર મનપા દ્વારા ચૂકવી આપવામા આવ્યો છે. વર્ગ-4ના 276 કર્મચારીઓ ઉપરાંત રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને પણ નિયમ મુજબ બોનસની ચૂકવણી કરી દેવામા આવી છે.
રિપોર્ટ: વિરલ સોની,જામનગર.