Jetpur: ABVP દ્વારા નક્સલી હુમલામાં શહીદ થયેલ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

SHARE THE NEWS

Rajkot: જિલ્લાના જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા 3 એપ્રિલના રોજ છત્તીસગઢ (Chhattisgarh) રાજ્યના (Bijapur) બીજાપુરમાં અર્ધલશ્કરી દળો (CRPF) અને (Naxalite) નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં અર્ધલશ્કરી દળના 22 જવાનો શહિદ થયા હતા અને 30 વધુ જવાનો ઘાયલ થયા હતા જેને લઈને એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ થયેલ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવતા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

જુઓ વિડિઓ:

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સાથે મહિલાઓ, પરુષો અને વૃદ્ધો પણ જોડાયા હતા જેમાં તેઓ એ માંગ કરી હતી કે દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદનો સફાયો કરવામાં આવે. આપને જણાવી આપીએ કે 3 એપ્રિલના રોજ છત્તીસગઢ રાજ્યના બીજપુરમાં થયેલ નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમીત શાહ, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવો દ્વારા આ નક્સલી હુમલાને વખોડવામાં આવ્યો હતો તેમજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *