ગુજરાત અને દેશભરમાં છાસવારે દલિત અત્યાચારોની ઘટના બહાર આવતી હોય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં આ ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઉનામાં થયેલ દલિત અત્યાચારથી તો પુરી દુનિયા વાકેફ થઈ ચૂકી છે અને તેના પડઘા સમગ્ર ભારત અને દુનિયામાં પડ્યાં હતા.
થાનગઢમાં 2012માં થયેલા દલિત હત્યાકાંડમાં ત્રણ દલિત યુવાનોની ગોળી ધરબીને હત્યા કરવામાં આવી હતી.
ગુજરાત દલિત અત્યાચારો કોઈ નવી બાબત નથી. દલિત યુવાનો મૂછો રાખે કે ઘોડી પર પણ બેસે ત્યારે પણ તેમના પર અત્યાચારો થવાની ઘટનાઓ કોઈ નવી બાબત નથી.
ઉત્તર ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા જ એક દલિત યુવાન જે પોતે દેશની સેનામાં સેવા આપતો હોય અને પોતાના લગ્નનો વરઘોડા કાઢવા માટે પોલીસ રક્ષણ લેવું પડતું હોય તો તેનાથી બીજી શરમજનક બાબત કઈ કહી શકાય ગુજરાત માટે?
આવી બનતી અનેક દલિત અત્યાચારોની ઘટનાઓ અંગે મૌન સેવી લેતા જેતપુરના મોરચવાળા કથિત દલિત આગેવાનો દ્વારા નવી દિલ્હીમાં થયેલ ગેંગરેપની ઘટના અંગે આજે આવેદન આપતા જોવાયા હતા. જે લોકો ઊત્તરપ્રદેશના હાથરસકાંડ વખતે ઉંદરની જેમ દરમાં સંતાઈ ગયા હતા.
હવે આ મોરચાવાળા કથિત દલિત આગેવાનોનો અંતરાત્મા જાગ્યો કેમ ?
તાજેતરમાં જ નવી દિલ્હીમાં એક બાળકી ઉપર દુષ્કર્મ કરીને સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અમાનવીય ઘટનાને દેશના તમામ નાગરિકોએ વખોડવી જ જોઈએ. નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સારું કાઠું કાઢી રહી છે. જેના કારણે પણ જેતપુરના મોરચાવાળા કથિત દલિત આગેવાનો આવેદનો આપતા જોવા મળ્યા હોય શકે.