જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર ગામમાંથી દેશી દારુનું દુષણ ડામવા માટે અરજ કરી હતી.
ગામના લોકના જણાવ્યા અનુસાર સરધારપુર ગામમાં ઘણા લાંબા સમયથી દેશીદારુનું વેચાણ થતું હોય જેને લઈને ગામનું યુવાધન બરબાદ થતું હોય તેમજ પરિવારો પણ બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું.
સરધારપુર ગામવાસીઓના જણાવ્યાં અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ફરજ પરના નવનિયુક્ત અધિકારી પીઆઈ તપન જાની દ્વારા ગામવાસીઓને શાંતીથી સાંભળ્યા હતા અને દેશી દારૂના દૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા માટે ખાતરી આપી હતી.