આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) 65 માં પરિનિર્વાણ દિવસ (Death Anniversary) નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને લઈને જેતપુર (Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં પણ એક રકતદાન કેમ્પનું (Blood Donation camp) નું આયોજન કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પમાં 50 થી વધુ લોકોએ કર્યું રકતદાન
રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે
થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત
રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામે આજે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગૌતમ બુદ્ધ યુવા સંગઠન અને તેમની સહયોગી સંસ્થા ફુલે-આંબેડકર મિશન જેતપુર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓને ભેટમાં બાબાસાહેબ આંબેડકરની છબી અને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રાજકોટના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.
ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુર દ્વાર કરવામાં આવી સમગ્ર કામગીરી
આ સરધારપુર ગામમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુરના કાર્યકર્તાઓ પ્રકાશભાઈ રાઠોડ, ધનજીભાઈ લુવાર, રોહિતભાઈ, ડો. સવજી બગડા તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક માનવધર્મનું કાર્ય કર્યું હતું.
By Team Revolt Jetpur. Mo. +919879914491