જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ગણતરીના દિવસોમાં ડીટેક્ટ કરી કુલ કિંમત રૂ.1,21,000/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જેતપુર સીટી પોલીસ ટીમ
Jetpur (Rajkot): જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારના કણકીયા પ્લોટ વિસ્તારમાં ગઇ તા. ૦૨/૦૧/૨૦૨૫ ના રોજ દિવસ દરમીયાન ફરીયાદીના બંધ મકાનમાં અજાણ્યા આરોપીએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને કબાટની તીજોરીમાં રાખેલ સોનાના ઘરેણા જેમાં સોનાનો હાર-૧ વજન આશરે ૨.૫ તોલાનો કિંમત રૂ.૭૫,૦૦૦/- તથા એક સોનાની પુરૂષ વિટી નંગ-૧ વજન આશરે ૦.૫ તોલાની કિંમત રૂ.૧૫,૦૦૦/-
તથા કાનમાં પહેરવાની સોનાની બુટી જોડી-૨ નંગ-૪ તથા કાનમાં પહેરવાની સોનાની સઇરૂ જોડી-૧ નંગ-ર એમ બુટી તથા સઇરૂનો આશરે વજન-૧ તોલા જેની કિં. રૂા.૩૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂા.૧,૨૦,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો ગુનો અજાણ્યા ઇસમો વિરૂધ્ધ રજીસ્ટર થયેલ હતો.
જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી, રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાનાઓએ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ.
જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારના સીધા માર્ગદર્શન હેઠડ જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને બનાવવાળી જગ્યાની આજુ બાજુના વિસ્તારમાં આવેલ CCTV કેમેરા તેમજ જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત JET EYE કેમેરાના આધારે ફુટેજ ચેક કરી, પોકેટ કોપ તથા ઇ-ગુજકોપમાં અગાઉના ગુનામાં પકડાયેલ આરોપીઓ બાબતે તપાસ કરી.
તેમજ બનાવવાળી જગ્યાની રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ડોગ હેન્ડલર હસમુખભાઇ સેગલીયા દ્વારા જેક્સન ડોગ દ્વારા તપાસ કરાવાવતા ડોગે ફરીયાદીના ઘરમાં અંદર જ આટા મારેલ હતા.
જેથી ફરીયાદીના રહેણાંક મકાનમાં રહેતા કોઇ જાણ ભેદુ માણસ દ્વારા ચોરી કરેલ હોવાની શક્યતા વધી ગયેલ હતી. જેથી ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસના માધ્યમથીનો ડીટેક્ટ કરવા પ્રયન્તશીલ હતા.
તે દરમીયાન એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા બંન્નેની સંયુક્ત ખાનગી હકીકત આધારે આરોપી વનરાજ મનસુખભાઇ સરવૈયા, રહે. વાઘવાણી હોસ્પીટલની સામે, કણકીયા પ્લોટ, જેતપુર વાળાને શોધી કાઢેલ.
બાદ આરોપીની ઉક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતાં આરોપીએ ગુનાની કબુલાત આપેલ હતી. અને ચોરી કરેલ સોનાના ઘરેણા તેના મિત્ર યુવરાજ મોયા, રહે. લાઠીયાવાડી, મામાદાદાના મંદિર પાસે, જેતપુર વાળાને આપેલ હોવાનું જણાવેલ.
બાદ તાત્કાલીક સહઆરોપી યુવરાજ મોયાને શોધી કાઢેલ. અને ચોરીનો મુદામાલ સહ આરોપી યુવરાજ મોયાએ જેતપુર કણકીયા પ્લોટમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફીસમાં ચોરી કરેલ સોનાના હારની ગોલ્ડ લોન કરાવેલ હતી.
જેથી મુથુટ ફાઇનાન્સ ઓફીસમાંથી ચોરીનો મુદામાલ રિકવર કરી આરોપીઓને રિમાન્ડ રિપોર્ટ સાથે નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટએ આરોપીઓના રિમાન્ડ મંજુર કરેલ. જેથી હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે.
ચોરી કરવાનો આશયઃ વાહન (સેલ્ફ) ભાડે આપવાનો વ્યવસાય કરવા માટે આ ચોરી કરેલ હોવાનું આરોપીએ જણાવેલ છે.
ચોરી કર્યા બાદની હલચલઃ કિંમતી સોનાના ઘરેણાની ચોરી કરી, આરોપી વનરાજએ તેના મિત્ર સહ આરોપી યુવરાજને આપી યુવરાજએ મુથુટ ફાઇનાન્સની ઓફીસમાં ગોલ્ડ લોન કરેલ.
જે ગોલ્ડ લોનના આવેલ રૂપિયા પોતે ઓનલાઇન ગેમમાં હારી ગયેલ. આરોપી વનરાજએ ચોરી કરેલ સોનાની વીટી તથા કાનના બુટીયા તથા સઇરૂ વેંચીને જે રૂપિયા આવેલ તે રૂપિયાથી સેલ્ફ ઉપર ફોર વ્હીલ ભાડે લઇ દિવ ખાતે મોજ શોખ તેમજ ફરવા ગયેલ હતા.
ડીટેક્ટ કેરલ ગુનોઃ જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૧૩૦૨૨૨૫-૦૦૪૦/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૩) મુજબ.
પકડાયેલ આરોપીઃ (૧) વનરાજ મનસુખભાઇ સરવૈયા, રહે. વાઘવાણી હોસ્પીટલની સામે, કણકીયા પ્લોટ, જેતપુર. (૨) યુવરાજ પ્રતાપભાઈ મોયા, રહે. લાઠીયાવાડી, મામાદાદાના મંદિર પાસે, જેતપુર,
કબ્જે કરેલ મુદામાલઃ (૧) સોનાની બુટી જોડી-૨, નંગ-૪. (૨) સોનાની કાનસર(સઇરૂ) જોડી-૧, નંગ-૨ એમ સોનાની બુટી તથા કાનસરનો વજન આશરે ૧૫.૬૫૦ ગ્રામ જેની કિંમત રૂ.૪૫,૦૦૦/-. (૩) સોનાનો હાર જેનો વજન આશરે ૨૭.૩૪૦ ગ્રામ, કિંમત રૂા.૭૫,૦૦૦/-. (૪) સીલ્વર કલરનો ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂા.૧,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂ.૧,૨૧,૦૦૦/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ આરોપી યુવરાજ પ્રતાપભાઈ મોયાનો ગુનાહિત ઇતીહાસ ઇ-ગુજકોપ તથા ઇ-કોર્ટ એપ્લીકેશનમાં ચેક કરતા નીચે મુજબના ગુનાઓ અગાઉ નોંધાયેલ છે. (૧) જુનાગઢ સી ડીવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. C-૧૧૨૦૩૦૦૪૨૩-૦૨૧૨/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૬(૧)b મુજબ.
(૨) જેતપુર ઉધ્યોગનગર પો.સ્ટે. ગુ.૨.નં. C-૧૧૨૧૩૦૯૬૨૪-૦૨૦૩/૨૦૨૪, પ્રોહી. કલમ ૬૫AA મુજબ. (૩) જેતપુર તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં. A-૧૧૨૧૩૦૨૩૨૪-૦૩૩૪/૨૦૨૪, IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા GP Act કલમ ૧૩૫ મુજબ.
કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી: જેતપુર સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર તથા પો. સબ ઇન્સ. વી.સી. પરમાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. ચંદ્રસિંહ વસૈયા
તથા સાગરભાઈ મકવાણા તથા જયેશભાઈ દાફડા તથા શક્તિસિંહ ઝાલા તથા લાખુભા રાઠોડ તથા સાગરભાઇ ઝાપડીયા તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ડોગ હેન્ડલર હસમુખભાઇ સેગલીયા તથા જેક્સન ડોગ.
વિશેષ નોંધઃ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની ચોરી થઇ હોય, તો પકડાયેલ આરોપીઓની પુછપરછ કરવા માટે જેતપુર સીટી પોલીસનો સંપર્ક કરશો.