જેતપુર (Jetpur)ના TDO જાતિના દાખલા કઢાવવા માટે ઘરના નિયમો ચલાવતા હોવાની વાતો બની ટોક ઓફ ધ તાલુકા
TDO દ્વારા ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોને જાતિના દાખલા કઢાવવા માટે ધક્કા ખવડાવવામાં આવતા હોવાની વ્યથા વ્યક્ત કરતાં અરજદારો
Rajkot: જિલ્લાના જેતપુરમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને જેતપુરના TDO દ્વારા જેતપુર તાલુકા પંચાયત કચેરીએ ગામડાઓમાંથી આવતા ગરીબ વંચિત વર્ગના અરજદારો પ્રત્યે ઓરમાયું વર્તન રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.
જેમાં અરજદારો જાતિના દાખલા કઢાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબસાઈટમાં આપેલ માહિતી મુજબના આધાર પુરાવા પુરા પાડવા છતાં પોતાના ઘરના નિયમો બનાવીને અનુસૂચિત જાતિના લોકોને જાતિના દાખલા ન મળે તેવું ભેદભાવ યુક્ત કાર્ય જેતપુરના તાલુકા વિકાસ અધિકારી કરી રહ્યા હોવાનું જેતપુર શહેર અને તાલુકામાં ટોક ઓફ ધ તાલુકા બન્યું છે.
અગાઉ પણ જેતપુરની તાલુકા પંચાયત કચેરીના તેમના અધિકારીઓ અને કર્મચારીઓના અસામાજિક વર્તનને કારણે મીડિયામાં અહેવાલો આવ્યા હતા.
જેતપુરના જાણીતા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા દિનેશ રાઠોડ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)માં જેતપુરના તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દિનેશ રાઠોડનુ કહેવુ છે કે સરકારી તંત્રમાં આવા ભેદભાવ રાખતા અધિકારી કર્મચારી હોય તો લોકોને યોગ્ય સેવા ક્યાંથી મળી શકે અને આવા ભેદભાવવાળા જાતિવાદી અધિકારીને કારણે જે તે સરકાર પણ બદનામ થતી હોય છે.