જેતપુરની 11 સરકારી રાશનની દુકાનના કાયમી લાયસન્સ રદ કરવાની સાથે તગડો દંડ ફટકારતા જિલ્લા પુરવઠા અધિકારી
By Team Revolt Jetpur 9879914491.
રાજકોટ (Rajkot) રાજ્યભર અને દેશભરમાં કોઈ લોકો ભૂખે ન રહે તેને લઈને સરકાર (Gujarat Government) દ્વારા રાહતદરે વાજબી ભાવે વાજબી ભાવની દુકાન (Fair price shop) મારફત જીવન જરૂરી રાશન રેશનકાર્ડ ધારકોને (Ration card holder) આપવામાં આવતું હોય છે. ત્યારે જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજે 20 જેટલી વાજબી ભાવની રાશનની દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે.
રાજકોટ સહિત જિલ્લાના 25 વાજબી ભાવના પરવાનેદારોની અટક કરવામાં આવી હતી
90 દિવસથી વાજબી ભાવની દુકાનનો પરવાનો મોકૂફ રાખવામાં આવ્યો હતો
રાજકોટ સહિત જિલ્લાની સરકારી વાજબી ભાવની રાશનની દુકાનના કાયમી લાયસન્સ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરની સૌથી વધારે 11 દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે આ તમામ ગેરરીતિ કરનારને અમદાવાદ શહેર સાયબર દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આમદાવાદ શહેર સાયબર ક્રાઈમ દ્વારા આ આરોપી દુકાનદારોને ત્યાં નોંધાયેલ રેશનકાર્ડ ધારકોનું 100/% ક્રોશ વેરિફિકેશન કરતા ગેરરીતિ ઝડપાઇ હતી.
જેતપુરના આ મુજબના પરવાનાદારની કાયમી દુકાન રદ કરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો
1. હિતેષભાઈ જગદીશભાઈ ત્રિવેદી જેતપુર ને 1,68,795/- દંડ,2. કાજી યાહયાભાઈ ગફારભાઈ (નવાગઢ) જેતપુર ને 1,78,181/- દંડ, 3. નીતિનભાઈ સવજીભાઈ નાગર જેતપુર ને 40,319/- દંડ, 4. વિજયગરી ગણપતગિરી ગોસાઈ જેતપુર ને 42,447/- દંડ, 5. જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલીયા જેતપુર ને 99,186/- દંડ, 6. દિલીપભાઈ ચંદુભાઈ ભાયાણી (આરબટીમ્બડી) જેતપુર ને 39,419/- દંડ, 7. સુખદેવભાઈ બી. જોશી જેતપુર ને 3,11,150/-દંડ, 8. યોગેશભાઈ મૂળશંકર મહેતા જેતલસર જેતપુર ને 16,38,300/- દંડ, 9. વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયા (વિરપુર) જેતપુર ને 17,988/- દંડ, 10. સંજયભાઈ તુલજાશંકર જાની (દેવકીગાલોળ) જેતપુર ને 1,83878/- દંડ અને 11. બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરા (વિરપુર) જેતપુર ને 49,981/- દંડ તેમજ તેમણે રાજીનામું આપતા કાયમી દુકાન રદ કરવામાં આવી છે.
આ સાથે જ જેતપુરના મામલતદાર ડી. એ. ગીનીયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડી કચેરી દ્વારા હુકમ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે લોકોમાં તે પણ ચર્ચા થઈ રહી છે કે દુકાનદારો પર સ્થાનિક અધિકારી કેમ વામળા સાબિત થાય છે તે ચર્ચા એ પણ વેગ પકડ્યું છે.