Rajkot: જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા (Khirsara) ગામે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટના સહયોગથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર તેમજ જ્ઞાનગંગા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નેત્રનિદાન કેમ્પ (Eye camp) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ખીરસરા, વડાસડા, સ્ટેશન વાવડી, ગુંદાળા, જેતપુર સહિતના ગામોના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો
જેતપુર તાલુકાના ખીરસરા ગામે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખીરસરા, વડાસડા, સ્ટેશન વાવડી, ગુંદાળા તેમજ જેતપુરના 100થી વધુ જેટલાં આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં આંખને લગતી સારવાર કરાવવા માટે આવેલા તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા તેમજ આંખમાં નાખવાના ટીપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા અને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત વાળા તમામ દર્દીઓને ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ, રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના ગુજરાત પ્રમુખ શ્રીમતી ડૉ. શહેનાઝબેન બાબી, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના રાજકોટ જિલ્લા પ્રમુખ
તેમજ નવયુગ વિદ્યાલય- ખીરસરાના સંચાલિકા શ્રીમતી મનીષાબેન કથીરિયા, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન (ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન)ના પ્રફુલભાઈ યાદવ, યુગ નિર્માણ ગાયત્રી પરિવાર- રાણપુરના પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ સહીત ખીરસરા ગામના જાગૃત નાગરિકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
by Team Revolt, Jetpur (Rajkot).