જેતપુર: ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી દેતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હલ્લાબોલ

SHARE THE NEWS

રિપોર્ટ: સંજયરાજ બારોટ, જેતપુર

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખના પતિના કારખાનામાં સતાના જોરે નગરપાલીકાની પાણીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે લાઈન નાખી હોવાની કોંગ્રેસના સદસ્યા દ્વારા અનેક આવેદનપત્ર બાદ પણ કંઈ પગલાં ન લેવાતા આજે બહોળી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ ગેરકાયદેસર લાઈન તોડી નાખી હતી.

જેતપુર ભાજપ શાષીત નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન સખરેલીયાના પતિ સુરેશભાઈ કે જે પોતે પણ પૂર્વ પ્રમુખ છે તેમનું સાંમાકાંઠા વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે જ ગેરકાયદેસર સોફર (સાડીનું યુનિટ) પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઝડપી સીલ મારી દીધું અને સુરેશ પ્રીન્ટ નામના સાડીના કારખાનાને ક્લોઝર આપી દીધું હતું. જોકે આ ક્લોઝર રાજકીય તાકાતના ઝોરે માત્ર દસ દિવસમાં જ ખોલાવી લીધું જતું.

પૂર્વ પ્રમુખ દ્વારા ગેરકાયદેસર સોફર ચાલવાની પ્રદુષણ બોર્ડને ફરીયાદ કરનાર નગરપાલીકામાં કોંગ્રેસના સદસ્યા શારદાબેન વેગડા દ્વારા નગરપાલીકાના ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક નગર નિયોજકને આ પૂર્વ પ્રમુખે સત્તાના ઝોરે નગરપાલીકાની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે અઢી ઇંચની મોટી લાઈન પોતાના કારખાનામાં લઇ લુધી હોવાની ફરીયાદ પણ કરી હતી.

જે બાબતે અધિકારીઓએ માત્ર તપાસનું નાટક જ કરે રાખ્યું, અને આ બાજુ સામાકાંઠા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં કાયદેસર પાણીના કનેક્શનમાં પાણી જ આવતું ન હોવાથી સ્થાનિક મહિલાઓ પાણી માટે હેરાન પરેશાન થઈ એક એક પાણીના બેડા માટે વાડીઓમાં રઝળપાટ કરવી પડે છે.

જેથી પાણી સમસ્યાએ વિકરાળરૂપ લીધું અને બીજું બાજુ ગેરકાયદેસર લાઈનથી પૂર્વ પ્રમુખના કારખાનાનો પાણીનો ટાંકો છલકાઈને સો વિઘાના ખેતરમાં પિયત થઈ જાય તેટલું પાણી વોકળામાં વહી જતું જોય શારદાબેને આજે ચીફ ઓફિસર નવનીત પટેલને આવેદનપત્ર આપી પોતાની સાથે આવીને ગેરકાયદેસર લાઈનનું પંચરોજકામ કરી તે લાઈન દૂર કરી પ્રમુખ સામે પગલાં ભરવાની રજુઆત કરી પરંતુ સતા સામે ચીફ લાચાર હોવાથી તેમને કોંગ્રેસના સદસ્યાંને પોતે ગેરકાયદેસર લાઈન બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તેવું લેખિતમાં આપ્યું.

પરંતુ સામાંકાંઠા વિસ્તાર પાણી વગર ટળવળતો હોવાથી શારદાબેનની આગેવાનીમાં બહોળી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ એકથી થઈ પૂર્વ પ્રમુખની પાણીની લાઈન તોડી નાખી જેની જાણ પોલીસને થતા પૂરતા બંદોબસ્ત સાથે પોલીસ ઘટના સ્થળે તો પહોંચી પણ ગેરકાયદેસર લાઈન તોડી હોવાથી કોની સામે પગલાં ભરવા તે મૂંઝવણમાં કોઈ કાર્યવાહી કર્યા વગર ત્યાંથી ચાલતી પકડી હતી.

Dineshkumar Rathod (Editor-in-Chief)

Revolt News India

Mo.98799 14491

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *