Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.
જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.
ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?
ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?
તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.