12 ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડતી જેતપુર પોલીસ

SHARE THE NEWS

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર અને ગણેશનગરમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ થાય તેવી લોકમાંગ ઉઠી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર સીટી પોલીસ દ્વારા 12 જેટલા ચોરાઉ મોટરસાયકલ સાથે 2 ચોરને પકડી પાડવામાં આવ્યા હતા. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુરના જુનાગઢ રોડ, ગણેશ નગરમાં ગત તારીખ 30.04.2022 ના રોજ રાત્રીના સમયે રહેણાંક મકાનમાં બે ઇસમોએ રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સેટીમાં મુકેલ રોકડા રૂપીયા 57000/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ મળી કુલ રૂપીયા 59000/- તથા આજ વિસ્તારમાં બાઇક કિ.રૂ. 20,000/- ની ચોરીનો ગુનો અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ રજી. થયેલ હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર, ગણેશનગરમાં આગાઉ પણ ચોરીના બનાવો બનેલા હતા. છતાં પોલીસતંત્ર દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કે પોલિસ કર્મચારીઓને પોઇન્ટ આપવામાં આવ્યો નથી. ત્યારે આ વિસ્તારમાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ થાય તેવું લોકચચર્ચાએ જોર પકડ્યું છે.

જે ગુનામાં અગાઉ એક આરોપી પકડાયેલ હોય અને બીજો સહ આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો નાસતો ફરતો હોય જેથી પકડવા ઉપર બાકી આરોપીઓ શોધી કાઢવા રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠૌંડ તથા નાયબ પોલીસ અધિક્ષક, જેતપુર ડીવીઝન, જેતપુર મયુરસિંહ રાજપુત આરોપીને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ હતી.

જે અંગે પોલીસ ઇન્સ્પેકટર, એ આર.ગોહીલના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ અલગ-અલગ દીશામાં ટીમો બનાવી પ્રયત્નશીલ હતા. તે દરમિયાન પો.કોન્સ. મનદીપસિંહ જાડેજા તથા ઘનશ્યામસિંહ જાડેજા ને સંયુક્ત રીતે હકીકત મળેલ હતી કે ગુનાનો આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહે.ઉપલેટા વાળો જેતપુર, બળદેવધાર, ગણેજીના મંદીર પાસે ચોરી કરેલ બાઇક સાથે હાજર છે. જેથી આજગ્યાએ તપાસમાં જઇ આરોપીને બાઇક સાથે પકડી પાડેલ હતો.

અને જેતપુર સીટી પોલિસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેના મિત્ર રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુરવાળા સાથે મળી રાજકોટ શહેર તથા તેની આજુ બાજુના વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરેલની કબુલાત આપતા આરોપીને સાથે રાખી દેરડીધારમાં તપાસ કરતા સહ આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે. દેરડીધાર, જેતપુર વાળાના મકાનેથી મોટર સાયકલ નંગ-06 તથા બળદેવધાર, ખાડામાં આવેલ ઓરડીઓ પાસેથી મોટર સાયકલ નંગ-05 મળી કુલ-11 મોટર સાયકલ મળી આવતા CRPC કલમ 102 મુજબ કબ્જે કરેલ છે.

તથા એક મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી આરોપી રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટાને ગુનાના કામે હસ્તગત કરેલ છે અને આરોપી રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુરને CRPC કલમ 41(1)d મુજબ અટક કરેલ છે.

અટક કરેલ આરોપીઓ

(1) રવી રસીકભાઇ સોલંકી, રહેજડેશ્વરનો ખાડો, ઉપલેટા (2) રવી પુનાભાઇ સોલંકી, રહે.દેરડીધાર, જેતપુર,

કબ્જે કરેલા મુદ્દામાલ

(ક) મો.સા. નંગ-12 કુલ ₹ 3,40,000/- (2) મોબાઇલ ફોન નંગ-01, ₹ 3000/-

(૩) રોકડ ₹ 650/

મળી કુલ મુદામાલ ₹ 3,43,650/-

શોધાયેલ ગુનાઓ (1) જેતપુર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.4-૧૧૨૧૩૦૨૨૨૨૦૪૬૮/૨૦૨૨ IPC કલમ-379,380,457, 114 (2) રાજકોટ શહેર બી-ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૨૦૮૭૬/૨૦૨૨ IPC કલમ-379

કામગીરી કરનાર ટીમ

PI એ.આર.ગોહીલ, PSI વી.બી.વસાવા, HC સી.ટી.વસૈયા,
PC ધનશ્યામસિંહ જાડેજા, PC શક્તિસિંહ ઝાલા, PC રાજુભાઇ શામળા, PC મનદીપસિંહ જાડેજા, PC હિતેષભાઇ વરૂ, PC રામજીભાઇ ગરેજા, PC નિલેશભાઇ મકવાણા, PC અભયરાજસિંહ જાડેજા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *