Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.
આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.
આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા
ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.