રિપોર્ટ દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ),
Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાએ તેમણે માંગેલી માહિતી ન આપતા ફરિયાદ કરેલી હતી.
જેને લઇને ગુજરાત માહિતી આયોગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાને માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની કલમ-20(1)ની જોગવાઇ મુજબ રૂા. 10000/-(રૂપિયા દસ હજાર પૂરા)નો દંડ ફટકાર્યો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું?
RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે જેતપુરમાં આવેલ એ-સકસેસ સ્કૂલે ગેરરીતિથી મંજૂરી મેળવેલ હોય. તે બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત 17/08/2021ની અરજી દ્વારા કરેલ હોય. જેની માહિતી તેમણે નમૂના ક’ થી 13/06/2022 ના રોજ માગેલ હતી. જે માહિતી આપેલ ન હોય, તેથી તેઓએ માહિતી બાબતની ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરેલ હતી. જે ધ્યાને લઈ ગુજરાત માહિતી આયોગ દ્વારા ₹10,000 નો મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને દંડ ફટકારવામાં આવ્યો હતો.
RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માંગવામાં આવેલ માહિતીની નકલ જે નીચે મુજબ છે
શું છે પૂરો મામલો?
રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.
ત્યારે 28/07/2023ના ગુજરાત માહિતી આયોગના હુકમ મુજબ RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ-18(1) હેઠળ આયોગ સમક્ષ ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદને આયોગ દ્વારા ધ્યાને લેતા તેની સુનવણી કરવામાં આવી હતી.
વધુ વિગત માટે વાંચો આયોગ દ્વારા આપેલા હુકમની નકલ જે નીચે મુજબ છે.