Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી અને અન્ય દ્રવ્યોનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
08 માર્ચ 2024ને શુક્રવારના રોજ આ મહાશિવરાત્રીનો અનેરો અવસર આવી રહ્યો છે. કહેવાય છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્ર નો અંશ હોય છે.
જેતપુરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.
મહાશિવરાત્રી, 08 માર્ચ 2024ને શુક્રવારના રોજ સવારે 07:30થી રાજધાની પાર્ટી પ્લોટ, સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ ખાતે “સમૂહ રૂદ્રાભિષેક” યોજાશે.
જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકસાથે શિવ આરાધના કરી શિવજીને રિઝવવાનો પ્રયત્ન કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને સાથે ફરાળ પ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.