જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન (Jetpur Taluka Police station) વિસ્તારમાંથી દેશી દારૂની (Desi liquor)
હેરાફેરી કરતા શખ્સને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના યુવા પી.આઈ. ટી. બી. જાની (PI T.B. Jani) અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +919879914491
આ કામગીરીમાં દેશી દારૂ 510 લીટર કિ.રૂ.10200/- અને સ્વીફટ કાર કિ.રૂ. 70000/- તેમજ મોબાઇલ નંગ-1 કિ.રૂ. 500/- કુલ મુદ્દામાલ રૂ. 80700/- જેતપુર તાલુકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
આ દેશી દારૂની હેરાફેરી કરતો દીપકભાઇ ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી નામનો શખ્સ મોટા ગુંદાળા ગામેથી મારૂતી કંપનીની સફેદ સ્વીફટ કલરની કાર નંબર- GJ09AG2968 માંથી દેશી દારૂ લીટર 510 સાથે પોલીસની ઝપટે ચડી ગયો હતો. અને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો. અને તેની સાથે ધોરણસર કાર્યવાહી કરેલ હતી. તેમજ બીજા બે આરોપીઓ અટક કરવા પર બાકી છે.