ડિજિટલ યુગમાં પણ પુસ્તકનો ‘પાવર’ યથાવત
બહાઉદ્દીન કોલેજનો ઇતિહાશ જેટલો સમૃદ્ધ છે તેટલી જ સમૃદ્ધ કોલેજની લાઈબ્રેરી
ડૉ. એસ. આર . રંગનાથનની યાદમાં 12 ઑગસ્ટના દિવસને દેશમાં લાઈબ્રેરીયન ડે તરીકે ઉજવાય છે
લાઈબ્રેરીયન ડે અંતર્ગત જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજના ગ્રંથાલય વિભાગમાં લાઈબ્રેરીયન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રંથપાલ એ. સી. વાઘેલા દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન કરેલ હતું.
આ તકે કોલેજના આચાર્ય પી.વી. બારસીયા પણ વિશેષ ઉપસ્થિત રહયા હતા. ખાસ કરીને આ પ્રદર્શનમાં કોલેજમાં ચાલતા વિષયો, સ્પર્ધાત્મક પરીક્ષાની લગતા પુસ્તકો તથા ઇત્તર વાંચનના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે બહાઉદ્દીન કોલેજનો ઇતિહાશ જેટલો સમૃદ્ધ છે તેટલી જ સમૃદ્ધ કોલેજની લાઈબ્રેરી પણ છે. જે અવનવા પ્રાચીન અને અર્વાચીન તેમજ અભ્યાસક્રમમાં ઉપયોગી પુસ્તકોથી શોભે છે અને કોઈ પણ પુસ્તક પ્રેમીનું મન મોહી લે તેવી મનોહર છે.
રિપૉર્ટ: પ્રતીક પંડયા, જૂનાગઢ