Rajkot: રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 08 ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં મોજ ડેમ 0.98 ફૂટ, ફોફળ ડેમ 0.59 ફૂટ, આજી-1 ડેમ 0.13 ફૂટ, આજી-2 ડેમ 0.23 ફૂટ, સુરવો ડેમ 0.33 ફૂટ, ન્યારી-2 ડેમ 0.33 ફૂટ, છાપરાવાડી-2 ડેમ 3.28 ફૂટ અને ભાદર-2 ડેમ 3.94 ફૂટ નવા નીરની આવક થઇ છે.
આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ સૌથી વધુ વરસાદ ભાદર-2 ડેમમાં 70 મી.મી, છાપરાવાડી-2 ડેમમાં 40 મી.મી, ફોફળ ડેમમાં 87 મી.મી., મોજ ડેમમા 50 મી.મી, આજી-1 ડેમમાં 10 મી.મી, આજી-2 ડેમમાં 10 મી.મી., સુરવો ડેમમાં 35 મી.મી. વરસાદ થયો છે, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયું છે.