ઔરંગાબાદ – કેન્દ્રમાં જાતિવાદી સરકાર સત્તા પર આવવાની સાથે દલિતો, ઓબીસી અને લઘુમતી સમુદાયો પર અત્યાચાર વધ્યા છે. ન તો મધ્યમ વર્ગ ખુશ છે અને ન તો ફુગાવાના કારણે ખેડૂત ખુશ છે.
1972 કરતા પણ પરિસ્થિતિ ખૂબ વધુ વણસી છે. દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજો પર અન્યાયી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આ અત્યાચારોનો સામનો કરવા માટે, પેંથરના સંગઠનની જરૂરિયાત પહેલા કરતા પણ વધારે થઈ ગઈ છે. આ કારણોસર આંબેડકરી ચળવળના કેન્દ્ર તરીકે ઓળખાતા ઔરંગાબાદ શહેરમાં ભારતીય દલિત પેંથરનું એક મોટા અધિવેશનનું આયોજનમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની માહિતી સંગઠનના સંયોજક એડ. રમેશભાઇ ખંડાગળે સાહેબ દ્વારા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં દલિત પેંથરનું શક્તિશાળી સંગઠન ઉભુ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેરેથોન મીટિંગો યોજાઇ હતી. આ બેઠકમાં સ્થાનિક દલિત અને ઓબીસી સમાજના કાર્યકર્તા હાજર રહ્યા હતા. ચોથી બેઠક નાંદેડ જિલ્લામાં આયોજીત કરવામાં આવી હતી. આ બેઠકમાં 23 ફેબ્રુઆરી 2019 ના રોજ સંત ગાડગે બાબા જયંતિના દિવસે ઔરંગાબાદમાં દલિત પેંથરનું શક્તિશાળી અધિવેશન કરવાનું નિશ્ચિત કરાયું છે, આવું એડ. રમેશભાઈ ખંડાગળે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે.
દલિત પેંથરના આ રાજ્ય કક્ષાના અધિવેશનમાં ગુજરાતથી રાહુલભાઈ પરમાર, દિલ્હીથી ડો. વિકાસ ફકીડે, ઉત્તરપ્રદેશથી સાથી ધનિરામ સિંહ પ્રમુખતાથી ઉપસ્થિત થવાના છે. આ સાથે જ દશરથ લોહબંદે, દિગમ્બર મોરે, એન. ડી ગવળી, રામભાઉ સોનાલે, ડી.ડી.વાઘમારે (નાંદેડ), સંજય કાંબલે, અશોક કાંબલે, કિશોર કાંબલે (લાતર), આયુષ્યમાન માને (ઉસ્માનાબાદ), શેખ ખુર્શીદભાઈ, સ્વપ્નીલ બ્રહ્મરાક્ષે, મધુકર કાલે (પરભણી), એડ. શિવાજીરાવ આદમાને, એડ. કિશોર ચતરે (જાલના), એડ. રમેશભાઇ ખંડાગળે, પ્રા. અંબાદાસ ઢોકે, ઓમપાલ ચાવરીયા, (ઔરંગાબાદ), રામચંદ્ર માને,પ્રા.દિપક ગાયકવાડ (પુણે) પ્રા. અમર પાંડે અને પ્રા અમોલ વેટમ (સાંગલી) ઉપસ્થિત રહેશે.
તેમજ પશ્ચિમ મહારાષ્ટ્ર, ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠાવાડાના કાર્યકરોને મોટી સંખ્યામાં આવવાનું આહ્વાન રામેશ્વર નિકાલજે, સંભાજી સાઠલે, અશોક શ્રીખંડે, માણીક પગડે, મધુકર ઘોરપડે, સિદ્ધાર્થ ઠોકર, ગણેશ ચવ્હાણ, સંજય ચાકે, સાઈનાથ જંગમ દ્વારા કરવામાં આવ્યું છે.