ધોરાજીમાં છેલ્લા 20 વર્ષથી એગ્રીકલ્ચર સ્પેશિયલ પંપ બનાવતી કંપની સાગર 707 અને લાયન્સ કલબના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા દ્વારા આજે સરકારી હોસ્પિટલ ખાતે ઓટોમેટીક સેન્સરથી ચાલતું ફૂલી બોડી સેનીટાયઝ થઈ શકે એવું મશીન બનાવી ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૂકવામાં આવ્યું હતું.
આ તકે જે કોઈ દર્દીઓ આવે સેનીટાયઝરમાંથી પસાર થઈ અને હોસ્પિટલ ખાતે જઈ શકે તે માટે આ મશીન મૂકવામાં આવ્યું હતું.
આ તકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઇ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાજર રહ્યા હતા.
આ સેનીટાયઝર મશીન તેમને અર્પણ કર્યું હતું અને આ તકે તેમની સેવાઓને બિરદાવી હતી
રીપોર્ટ: કૌશલ સોલંકી, ધોરાજી