રાજકોટ: વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 240 તેમજ કુલ ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા પકડી પાડવામાં આવેલ છે.
રાજકોટ ગ્રામ્ય LCB સ્ટાફ કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે વિરપુર પોલીસ સ્ટેશન પીઠડીયા ગામ રોડ ઉપરથી નંબર વગરની ઈકો કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી બે ઇસમોને પકડી પાડવામા આવેલ હતા.
આરોપી: (1) અજયભાઇ જેન્તીભાઇ મકવાણા, રહે. પાટીદડ, તા.ગોંડલ, જી. રાજકોટ. (2) સોહીલભાઇ સલીમભાઇ સંઘી રહે. ચોરડી તા.ગોંડલ જી. રાજકોટ (પકડવા પર બાકી).
કબ્જે કરેલ મુદામાલ: અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 240 કિ.રૂા. 96,000/-, મારૂતી ઈકો કાર – 01 કી.રૂ. 3,00,000/-, મોબાઇલ ફોન નંગ – 01 કિ.રૂા. 15,000/- મળી કુલ મુદામાલ કિંમત રૂા. 4,11,000/-.કામગીરી કરનાર ટીમ: રાજકોટ ગ્રામ્ય LCB ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. ઓડેદરા તથા એએસઆઇ. અનીલભાઇ બડકોદીયા, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી,પો.હેડ કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્તીસીંહ જાડેજા, અરવિંદસીંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશી, ડ્રા.એ.એસ.આઈ. રઝાકભાઈ બીલખીયા અને ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ.