Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.
જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.
પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.
આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.